esha-ambanis-3-day-super-pre-wedding-ceremony-begins-today-video
  • Home
  • Featured
  • ઈશા અંબાણીના 3 દિવસના ખુબજ શાનદાર પ્રી વેડિંગ સમારંભનો આજથી પ્રારંભ,Video

ઈશા અંબાણીના 3 દિવસના ખુબજ શાનદાર પ્રી વેડિંગ સમારંભનો આજથી પ્રારંભ,Video

 | 12:21 pm IST

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેની લાડલી પુત્રી ઈશાના ખૂબજ ધામધુમથી લગ્ન કરી રહ્યા છે. કોઈ સામાન્ય માણસ હોય તો પણ તેને તેની પુત્રીના લગ્નની ખાસ તૈયારીઓ કરી હોય તો પછી આ તો દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી છે તે ક્યાંથી પાછા પડે. ઈશાના લગ્ન પહેલા ઇશાની સગાઈ પણ ખુબજ ભવ્ય રીતે ઇટલી ખાતે યોજવામાં આવી હતી. ઈશા અંબાણી અને આનંદ પીરામલના પ્રી વેડિંગ સમારંભનો કાર્યક્રમ શરૂ થઈ ચુક્યા છે.

ઈશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં ભારતીય પરમ્પરા, સ્થાનીક શિલ્પ અને કળાનું અદ્બભૂત પ્રદર્શન કરવામાં આવશે. આગામી 8 અને 9 ડિસેમ્બરે ઈશા અંબાણીના લગ્નના કાર્યક્રમો માટે ઉદયપુરમાં અંબાણી પરિવાર પહોંચી ગયો છે.

અંબાણી પરિવારે 7થી 10 ડિસેમ્બર સુધી 5,100 લોકોને ત્રણ ટાઈમનું ભોજન કરાવ્યુ હતુ. ઈશા અંબાણી અને આનંદ પીરામલ સાથેના લગ્ન સાથે જોડાયેલા કાર્યક્રમ 8 અને 9 ડિસેમ્બરમાં ઉદયપુરમાં યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.