Esha Gupta Shared Her Beautiful Photos On Instagram
  • Home
  • Featured
  • Photos: ઈશા ગુપ્તાનો યોગ કરતા જોવા મળ્યો હટકે અંદાજ, શેર કરી હોટ તસવીરો

Photos: ઈશા ગુપ્તાનો યોગ કરતા જોવા મળ્યો હટકે અંદાજ, શેર કરી હોટ તસવીરો

 | 11:29 am IST

બોલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ભલે મોટા પડદાથી ગાયબ છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી જ એક્ટિવ રહે છે. ઈશા અત્યારે યોગ અને પ્રેરણાદાયક પોસ્ટ દ્વારા ફેન્સને શીખ આપી રહી છે. હવે તેણે એક પરફેક્ટ હેન્ડસ્ટેન્ડ કરીને પણ બતાવ્યું છે. ઈશા ગુપ્તાએ એક તસવીર પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી છે. આ તસવીરમાં ઈશા દિવાલ પર પગ ટેકવીને હાથોનાં જોરે ઊંધી ઉભી છે. આ મોનોક્રોમ તસવીરમાં તેનો પોસ્ચર દેખવા લાયક છે.

આજકાલ ઈશા ગુપ્તા પોઝિટિવ મેસેજ આપવા અને યોગ કરવામાં ધ્યાન આપી રહી છે. તેની લેટેસ્ટ તસવીરોમાં તમને સારા અને પોઝિટિવ કેપ્શન લખેલા મળશે. ઈશાએ હાલમાં જ યોગ કરતા એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતુ કે, ‘પોતાની આત્માને ઓળખવાની ઇચ્છા કરી લીધી તો બીજાઓને ઓળખવાની જરૂરિયાત નથી.’ એક અન્ય યોગ પોઝમાં તસવીર શેર કરતા ઈશા ગુપ્તાએ લખ્યું કે, ‘જો હું ખુદને હજારો ખામીઓ હોવા છતા પણ પ્રેમ કરી શકુ છું તો હું બીજાઓને તેમની ભૂલ હોવા પર ખોટા કેમ સમજી શકું.’

ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલમાં ઈશા ગુપ્તાએ પોતાના બૉયફ્રેન્ડ Manuel Campos Guallarની સાથે પોતાની રિલેશનશિપને ઑફિશિયલ કરી હતી. તેણે મૈનુઅલ સાથે તસવીર શેર કરીને પોતાના રિલેશનને ઇન્સ્ટાગ્રામ પર ઑફિશિયલ કર્યું હતુ.

આ વિડીયો પણ જુઓ: આગામી 3 કલાકમાં વરસાદની આગાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન