eswatini king has 14 wifes and and lavish lifestyle public faces poverty
  • Home
  • World
  • 40 હજાર ટોપલેસ છોકરીઓની ડાન્સ સેરેમની, રાજા જેના પર હાથ મૂકે એ એની પત્ની

40 હજાર ટોપલેસ છોકરીઓની ડાન્સ સેરેમની, રાજા જેના પર હાથ મૂકે એ એની પત્ની

 | 10:03 am IST

આફ્રિકી દેશ સ્વાજિલૈન્ડ (નવું નામ ઈસ્વાતિની) આજકાલ એક વાતને લઈને દુનિયાભરમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે સ્વાજિલૈન્ડનાં રાજાએ આદેશ આપ્યો છે કે જેને બેથી ઓછી પત્ની હશે એ પુરૂષને જેલમાં પૂરી દેવામાં આવશે. જો કે ત્યાનાં રાજાએ આ સમાચારને ખોટા ગણાવ્યાં છે. પરંતુ આ દેશની એક વાત ખાસ છે કે અહીંયા એકથી વધુ સ્ત્રીઓ જોડે લગ્ન કરી શકાય છે. ત્યાનાં રાજાની પણ 14 પત્ની છે.

રાજાશાહી ધરાવતો છેલ્લો દેશ એટલે સ્વાજિલૈન્ડ. ત્યાનાં રાજા મસ્વતિ-ત્રીજા પર સારી લાઈફ સ્ટાઈલ જીવવાનો આરોપ લાગે છે અને દેશની 63 ટકા વસ્તી ગરીબીમાં જીવી રહી છે. રાજાની 14 પત્ની છે અને 25થી વધારે બાળકો છે. આ પહેલા રાજાની કુલ 15 પત્ની હતી. પરંતુ ગયા વર્ષે એક મરી ગઈ. રિપોર્ટ મળ્યાં છે કે આ પત્નીએ પણ આત્મહત્યા કરી હતી.

આ દેશમાં દર વર્ષે રીડ ડાન્સનું આયોજન કરવામાં આવે છે. આ ડાન્સ સેરેમનીમાં લગભગ 40 હજાર વર્જિન છોકરીઓ ભાગ લેવા માટે આવે છે. પરંપરા છે કે રાજા દર વર્ષે આ બધી છોકરીઓમાંથી કોઈ એકને નવી પત્ની તરીકે પસંદ કરે છે. ગયા વર્ષે કેટલીક છોકરીઓએ આરોપ લગાવ્યો હતો કે જો આ સેરેમનીમાં ભાગ ન લઈએ તો દંડ ભરવો પડે છે.

ઉલ્લેખનીય છે કે સ્વાજિલૈન્ડ દક્ષિણ આફ્રિકામાં આવેલો છે. ત્યાંની વસ્તી 13 લાખ છે. ગયા વર્ષે જ ત્યાનાં રાજાએ દેશનું નામ બદલીને કિંગડમ ઓફ ઈસ્વાતિનિ રાખી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન