આ દેશમાં 5 પત્નીઓ રાખો અથવા જેલમાં જાઓ, નાગરિકતા લેવા લોકોએ લાઈન લગાવી - Sandesh
  • Home
  • World
  • આ દેશમાં 5 પત્નીઓ રાખો અથવા જેલમાં જાઓ, નાગરિકતા લેવા લોકોએ લાઈન લગાવી

આ દેશમાં 5 પત્નીઓ રાખો અથવા જેલમાં જાઓ, નાગરિકતા લેવા લોકોએ લાઈન લગાવી

 | 9:54 pm IST

સાઉથ આફ્રિકાના ટચૂકડા દેશ સ્વાઝીલેન્ડના રાજા માસ્વતી-3 ની બહુપત્નીત્વ પ્રથાની જાહેરાત વિવાદાસ્પદ બની હતી. રાજા મસ્વતીએ એવી જાહેરાત કરી છે કે દેશના નાગરિકોએ જુન 2019 થી બે કે તેનાથી વધારે પત્નીઓ રાખવી પડશે. જો બે કરતા વધારે પત્નીઓ ન રાખી તો જેલમાં જવું પડશે. ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ અનુસાર દેશમાં પુરુષોની તુલનાએ મહિલાઓની સંખ્યા ઘણી વધારે છે અને દરેક મહિલાને પતિ મળી રહે તે હેતુસર રાજાએ આવો આદેશ આપ્યો હતો. રાજાએ એવું પણ જણાવ્યું કે સ્વાઝીલેન્ડમાં પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે છે જે દેશ માટે મોટી સમસ્યા છે. રાજા મસ્વતીએ એવી પણ ચેતવણી આપી હતી કે આ આદેશનો વિરોધ કરનાર કોઈ પુરુષ કે સ્ત્રીને આજીવન કારાવાસની સજા થશે.મજાની વાત એ છે કે રાજાના આદેશ બાદ સ્વાઝીલેન્ડની નાગરિકતા લેવા લોકોએ લાઈન લગાવી દીધી હતી.

મેં આવો આદેશ આપ્યો નથી: રાજાએ ફેરવી તોળ્યું

મસ્વતી-3 જાના આ આદેશ પર આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો વિવાદ થતા તેમને ફેરવી તોળ્યું હતું. સરકારી અધિકારીએ એક નિવેદન બહાર પાડતાં જણાવ્યું કે વિદેશી અખબારોમાં પ્રસિદ્ધ કેટલાક હાનીકારક રિપોર્ટને પગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને બીજા જાહેર મંચોએ મહામહિમના નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યું છે. માસ્વતીએ આવો કોઈ આદેશ આપ્યો નથી.

મસ્વતી પોતે પણ 15 પત્નીઓ ધરાવે છે

માસ્વતી દુનિયાના અમીર રાજાઓમા સામેલ છે. વર્ષ 2009 માં ફોર્બ્સ દ્વારા પ્રકાશિત યાદીમાં 200 મિલિયન ડોલરની સંપત્તિની સાથે તેમને 15મું સ્થાન અપાયું હતું. તેમની પાસે પાંચ લાખ ડોલરની કાર સહિત 62 વૈભવી કાર છે. 47 વર્ષીય રાજાએ તેમની રાણીઓ માટે 13 આલિશાન મહેલ બનાવ્યાં છે. 2013 માં માસ્વતીએ 18 વર્ષની છોકરી સાથે 15 મા લગ્ન કર્યા હતા. સ્વાઝીલેન્ડ એક ગરીબ દેશ છે જેની જનસંખ્યા 1 કરોડ 20 લાખ છે. ચોંકાવનારી વાત એ છે કે સ્વાઝીલેન્ડમાં 40 ટકા લોકો એચઆઈવી પોઝીટીવથી પીડિત છે.

ઇરીટીયામાં પણ બે પત્નીઓ રાખવાનું ફરજિયાત

મીડિયા રિપોર્ટ અનુસાર ઈરીટ્રિયામાં પણ પુરુષો માટે બે લગ્નો કરવા ફરજિયાત છે. આ દેશમાં જો કોઈએ પહેલી પત્ની હોવા છતાં પણ બીજા લગ્ન કરવાનો ઈનકાર કર્યો તો તેમને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. જેલ જવાના ડરથી અહીંના લોકો બે લગ્ન કરી લેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન