ઇથેનોલથી દેશના ૧૨,૦૦૦ કરોડ બચ્યા : પીએમ મોદી - Sandesh
  • Home
  • Uncategorised
  • ઇથેનોલથી દેશના ૧૨,૦૦૦ કરોડ બચ્યા : પીએમ મોદી

ઇથેનોલથી દેશના ૧૨,૦૦૦ કરોડ બચ્યા : પીએમ મોદી

 | 2:30 am IST

। નવી દિલ્હી ।

વડા પ્રધાન મોદીએ વર્લ્ડ બાયોફ્યૂઅલ દિવસની ઉજવણી નિમિત્તે કહ્યું કે, શેરડીમાંથી ઇથેનોલ બનાવવાની યોજના વાજપેયી સરકારના સમયે શરૂ થઈ હતી, પરંતુ વીતેલા એક દાયકા દરમિયાન ગંભીરતાથી કામ થયું ન હતું. હવે છેલ્લા ચાર વર્ષમાં ઇથેનોલના ઉપયોગથી દેશના ૧૨,૦૦૦ કરોડ રૂપિયા બચી ગયા છે.

તેમણે બાયોફ્યૂઅલનો ઉપયોગ ખેડૂતોની આવક વધારશે. રોજગારના નવી તક અવસર પેદા કરશે. દેશના ધન બચાવશે અને પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વડા પ્રધાને કહ્યું કે દેશ માટે તે અમારા એ વ્યાપક વિઝનનો હિસ્સો છે, જ્યાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને ગામ ગરીબ ખેડૂતો માટે સમૃદ્ધિના રસ્તા અને મજબૂત થશે. વડા પ્રધાને જણાવ્યું કે, બાયોમાસને બાયોફ્યૂઅલમાં બદલવા માટે સરકાર મોટાપાયે રોકાણ કરી રહી છે. દેશભરમાં ૧૨ આધુનિક રિફાઇનરી બનાવવાની યોજના છે. રિફાઇનરીના સંચાલનથી લઈને સપ્લાય ચેઇન સુધી લગભગ દોઢ લાખ યુવાનોને નવી રોજગારી મળશે.

ચાવાળાની વાત : મોદીએ ચાવાળાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક ચાવાળાની પાસે એક નાળામાંથી ગેસ પણ નીકળે છે, તેમાંથી દુર્ગંધ આવતી હતી, તો તેણે એક વાસણને ઊઘું કરી તેમાં કાણું કરી પાઇપ લગાવી દીધી. ગંદા નાળામાંથી પણ ગેસ નીકળે છે,ઔતે ગેસનો ઉપયોગ તેણે ચા બનાવવા માટે કરવાઔમાંડયો છે.

;