યુક્લિડનું લોકપ્રિય પુસ્તક - Sandesh
  • Home
  • Featured
  • યુક્લિડનું લોકપ્રિય પુસ્તક

યુક્લિડનું લોકપ્રિય પુસ્તક

 | 7:32 am IST

જગતના ઇતિહાસમાં ‘બાઇબલ’ પછીના ક્રમે લોકપ્રિય પુસ્તક કયું? ભૂમિતિના તજ્જ્ઞા યુક્લિડે લખેલું પુસ્તક ‘યુક્લિડનાં મૂળ તત્ત્વો’ ઘણું જ લોકપ્રિય હતું. પ્રત્યેક વિદ્યાર્થીએ શૈક્ષણિક અભ્યાસક્રમમાં યુક્લિડનું નામ સાંભળ્યું જ હશે. આજે પણ યુક્લિડની ભૂમિતિ ભણાવવામાં આવે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા મહાન વૈજ્ઞાનિકે પણ આ પુસ્તકને વખાણ્યું હતું અને આત્મસાત્ કર્યું હતું. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૫૭૦માં અંગ્રેજીમાં છપાઈ હતી. ગ્રીક ભાષામાંથી તેનું અરેબિક ભાષામાં ભાષાંતર થયું હતું. તેના પરથી લેટિન અને પછી અંગ્રેજીમાં ભાષાંતર થયું હતું. ત્યારબાદ ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો. ‘બાઇબલ’ પછી સૌથી લોકપ્રિય આ પુસ્તક ગણાય છે.