Eunuchs appeal to People for Following Traffic Rule in Surat Gujarat
  • Home
  • Featured
  • સુરત: ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા હવે રોડ પર કિન્નરો, શરૂ કરી આ અનોખી ઝુંબેશ

સુરત: ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા હવે રોડ પર કિન્નરો, શરૂ કરી આ અનોખી ઝુંબેશ

 | 1:44 pm IST

કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગૂ કર્યા બાદથી દેશભરમાં લોકો ટ્રાફિક નિયમોને લઈ ચુસ્ત બન્યા છે. પરંતુ ઘણા રાજ્યોમાં હાલ પણ લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે આવે છે. ત્યારે હવે ગુજરાતના સુરત શહેરમાં લોકો દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન થયા તે માટે કિન્નર સમાજ આગળ આવ્યો છે અને એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં કિન્નરોએ રસ્તા ઉપર ઊભા રહીને ટ્રાફિકની જાગૃતિ ફેલાય તે માટે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. મોટર વ્હીકલ એક્ટનો નવો કાયદો આવ્યા બાદ રાજ્યના લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરતના દિલ્હીગેટ સર્કલ પાસે આજે કિન્નર સમાજનું એક ગ્રૂપ પહોંચ્યું હતું. આ ગ્રૂપ અનોખી રીતે ગુલાબ આપીને લોકોને ટ્રાફિક નિયમોના પાલન વિશે કહેતા નજરે આવે છે. બીજી તરફ જે લોકો ટ્રાફિકના નિયમ તોડે છે તે લોકોને કિન્નરો દ્વારા પરિવારના લોકો તમારી રાહ જુવે છે એમ કહીને ટ્રાફિકના નિયમો પાળવા માટે અપીલ કરવામાં આવી હતી.



આ દરમિયાન કિન્નરો દ્વારા લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, જીવના જોખમે બાઈક ના ચલાવવા, સીટ બેલ્ટ બાંધવા, હેલ્મેટ પહેરવા, પીયુસી, વીમો, લાઇસન્સ જેવા વગેરે ડોક્યુમેન્ટ સાથે રાખવાની સલાહ આપી હતી. કિન્નર સમાજની આ પહેલને લોકોએ બિરદાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન