યુરોપનો સૌથી મોટો હોટ એર બલૂન ફેસ્ટિવલ - Sandesh
  • Home
  • World
  • યુરોપનો સૌથી મોટો હોટ એર બલૂન ફેસ્ટિવલ

યુરોપનો સૌથી મોટો હોટ એર બલૂન ફેસ્ટિવલ

 | 2:43 am IST

યુરોપમાં પાનખર ઋતુની મધ્યમાં વિલ્ટશાયરના લોંગલીટ હાઉસમાં દર વર્ષે સ્કાય સફારીના નામે હોટ એર બલૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે અને એમાં આખા યુરોપના બલૂન ચાહકો આવીને ભાગ લે છે. આ વર્ષે શનિવાર અને રવિવારે આ ફેસ્ટિવલ યોજાયો છે અને આજે એનો છેલ્લો દિવસ છે. આ વખતે કસ્ટમ કરેલા આકારના ૩૦ બલૂન અને પરંપરાગત ૧૫૦ બલૂન મળીને ૧૮૦થી વધારે બલૂન એમાં ભાગ લઈ રહ્યા છે. શનિવારે સવારે લોંગલીટનું આકાશ આ રંગબેરંગી બલૂનોથી છવાઈ ગયું હતું. ડિઝનીની ફિલ્મ ‘અપ’થી પ્રેરિત બલૂનથી માંડીને સ્પોન્સરોના બલૂન પણ વિવિધ આકારમાં જોવા મળી રહ્યાં છે. લોંગલીટ એ પ્રકૃતિથી સભર આશરે ૧,૦૦૦ એકરનો વિસ્તાર છે અને એમાં વાઇલ્ડ પાર્ક છે જમાં સિંહ, વાઘ અને હાથી જેવાં જંગલી પ્રાણીઓ પણ રહે છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેનારા લોકોને સ્પષ્ટ સૂચના છે કે તેમનાં બલૂન આ જંગલી પ્રાણીઓના એન્ક્લોઝર પરથી પસાર થવાં જોઈએ નહીં. સ્કાય સફારી ફેસ્ટિવલને જોવા માટે આખા યુરોપમાંથી લોકો  આવે છે અને તેઓ ઐતિહાસિક લોંગલીટ હાઉસની સામેથી આ  બલૂનોને ઊડતાં જુએ છે. રાત્રિના સમયે પણ બલૂન ઉડાડવામાં  આવે છે અને એ સમયે એના પર ચમકીલી રોશની પણ થાય છે અને  એ જોવાની ખૂબ મજા પડે છે. જોકે આ ફેસ્ટિવલ જોવા આવતા  લોકોને બલૂનમાં બેસવા દેવાની પરવાનગી નથી. આમ છતાં  હજારો લોકો આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન