Eva Green Turn up for World Premiere of Disney's 'Dumbo'
  • Home
  • Featured
  • વિચિત્ર ડ્રેસ પહેરી પ્રીમિયરમાં પહોંચી આ એક્ટ્રેસ, તસવીરો જોઈ લાગશે નવાઈ

વિચિત્ર ડ્રેસ પહેરી પ્રીમિયરમાં પહોંચી આ એક્ટ્રેસ, તસવીરો જોઈ લાગશે નવાઈ

 | 6:09 pm IST

ફ્રેન્ચ મોડલ અને એક્ટ્રેસ ઈવા ગ્રીન તાજેતરમાં ડિઝ્નીના ડંબો પ્રીમિયરને અટેંડ કરવા પહોંચી હતી. આ દરમિયાન રેડ કાર્પેટ પર તેઓ ખૂબજ વિચિત્ર ડ્રેસમાં નજરે આવી હતી. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. પ્રીમિયરમાં ઈવા આઇરિસ વેન હર્પેન દ્વારા ડિઝાઇન કરેલ વ્હાઇટ અને બ્લેક ડ્રેસમાં પહોંચી હતી. જેની ડિઝાઈન અને લુક એકદમ અલગ હતાં.

ઈવાના આ ડ્રેસને ત્યાં લોકો જોતા જ રહી ગયા. ઈવાની આ ડ્રેસ ટ્રાન્સપેરેન્ટ હોવાની સાથે-સાથે પજલ ગેમ જેવી પણ હતી. જેમાં ઘણી બધી બ્લેક લાઈન્સ હતી. જોકે ઈવા આ ડ્રેસમાં ખૂબજ ગ્લેમરસ અને સુંદર લાગી રહી હતી. ડ્રેસની સાથે તેને હાઇ બન, મિનિમલ મેકઅપ અને ડાર્ક રેડ લિપસ્ટિક લગાવી હતી જે તેના લુકને વધુ આકર્ષિક બનાવતી હતી. ઈવાની હેર સ્ટાઇલ પણ અદિર એબર્ગેલે કરી હતી. ઈવાએ આ ઈવેન્ટ પર ફોટોગ્રાફર્સને ઘણા પોઝ આપ્યા હતા.