Even among the corona, this ash is making a fuss in the market
  • Home
  • Featured
  • રક્ષાબંધન માટે આવી ગઈ અવનવી રાખડી, કોરોના વચ્ચે પણ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે આ રાખડી

રક્ષાબંધન માટે આવી ગઈ અવનવી રાખડી, કોરોના વચ્ચે પણ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે આ રાખડી

 | 12:49 pm IST

ભાઈ-બહેનનો તહેવાર એટલે રક્ષા બંધન. ભાઈની રક્ષા માટે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે. આ પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે માર્કેટ અને બજારમાં નિત નવી રાખડીઓ આવી ગઈ છે. જેમાં હાલ ફુડ રાખડીએ માર્કેટમાં ધૂમ મચાવી છે. લોકો ફૂડ રાખડીને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને બાળકો માટે વધારે પંસદ કરવામાં આવી રહી છે. કોરોનાના પગલે હાલ લોકો ઘરની બહાર નિકળવા તૈયાર નથી. ત્યારે માર્કેટ થોડી મંદી દેખાઈ રહી છે. હાલમાં ગ્રાહકો ઓછા માર્કેટમાં આવે છે. પરંતું જે ગ્રાહકો આવી રહ્યા છે તે ફુડ રાખડીની ડિમાંડ કરી રહ્યા છે. બાળકોને ભાવતા ફુડની નાનકડી કૃતિ રાખડી પર બનાવવામાં આવી છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જૂઓઃ  અનલોક ૩ ને લઈ યોગા સંચાલક અને યોગ રસિયાનુ નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન