Even at this age, you will be stunned to see the dance of these old people
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • અરે બાપ રે ! આ ઉંમરે પણ આટલી સ્ફૂર્તી, આ વૃદ્ધોનો ડાન્સ જોઈને થઈ જશો સ્તબ્ધ

અરે બાપ રે ! આ ઉંમરે પણ આટલી સ્ફૂર્તી, આ વૃદ્ધોનો ડાન્સ જોઈને થઈ જશો સ્તબ્ધ

 | 11:43 am IST
  • Share

આ વીડિયો બે વૃદ્ધનો છે. આ બંનેની સ્ફૂર્તી જોઈને થોડી વાર માટે તમે સ્તબ્ધ થઈ જશો. જી હાં, આ વૃદ્ધો જે રીતે ડાન્સ કરી રહ્યા છે. તે ઉંમરમાં કોઈપણને કરવો મુશ્કેલ છે. વધતી ઉંમર સાથે શારીરિક અગવડતાઓ પણ વધે છે. આજના સમયમાં તો ઘણી વધારે સમસ્યાઓ જોવામાં આવે છે. આ ભાગદોડભરી વ્યસ્ત જીવનશૈલી અને યોગ્ય રીતે ન થતા ખાનપાનને કારણે પણ છે.  વધતી ઉંમર સાથે હાડકા પણ કમજોર બની જતા હોય છે. પરંતુ અમે તમને જે વાત જણાવી રહ્યા છીએ. તેમાં બે વૃદ્ધોની હરકત જોયા પછી તમે જ કહેશો કે આ લોકોએ યુવાનીમાં શું ખાધું હતું તો અત્યારે પણ આટલી સ્ફૂર્તિ છે.

જો કે, દરેક ઇચ્છે છે કે તેમની વૃદ્ધાવસ્થા ખૂબજ સારી રીતે પસાર થાય અને કોઈ મુશ્કેલીઓ ન આવે. વૃદ્ધાવસ્થામાં પણ હાડકાંઓ મજબૂત રહે અને તમે ફીટ એન્ડ ફાઈન રહે તો કહેવું જ શું. હાલમાં સોશ્યલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને હર કોઈ વ્યક્તિ એવી જ પ્રાર્થના કરે કે હે પ્રભુ બસ ઘડપણમાં આવું શરીર આપજે. હકિકતે 30 સેકન્ડના આ વિડિયોમાં બે વૃદ્ધો ભજન પર નાચગાન કરતાં નજરે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન