જે લોકો ફેસબુકનો ખોટો ઉપયોગ કરે છે તેઓ માટે આવ્યા ખરાબ સમાચાર - Sandesh
  • Home
  • Technology
  • જે લોકો ફેસબુકનો ખોટો ઉપયોગ કરે છે તેઓ માટે આવ્યા ખરાબ સમાચાર

જે લોકો ફેસબુકનો ખોટો ઉપયોગ કરે છે તેઓ માટે આવ્યા ખરાબ સમાચાર

 | 5:24 pm IST

વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા ફેસબુકે પોતાના સ્પર્ધકો અને આલોચકો દ્વારા થતી રહેતી આલોચનાનો વળતો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા લોકોની વર્તણૂક અને બદલાતી અભિવ્યક્તિને ખરાબ કરી રહી હોવાના આક્ષેપ થતા રહ્યા છે.

ફેસબુકે પોતાની કોર્પોરેટ પોસ્ટમાં જણાવ્યું છે કે નિષ્ક્રિય રહીને માત્ર લોકોની પોસ્ટ સ્ક્રોલ કરવાને બદલે વ્યક્તિ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મિત્રોને સંદેશો પાઠવતા રહે તો સમાજજીવન માટે સારું જ છે. ‘લોકોની ભલાઈનો પ્રશ્ન છે ત્યાં સુધી અમારાં સંશોધનો અને તે મુદ્દે શૈક્ષણિક અભ્યાસનાં તારણો સૂચવે છે કે લોકો કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તે મહત્ત્વનું છે.’

ફેસબુકે પોતાના બ્લોગ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘સોશિયલ મીડિયાની નકારાત્મક અસર વિષે તપાસ કરવાની ફરજ પડી હતી અને તે હેતુસર થયેલા બે અભ્યાસને પણ ટાંકવામાં આવે છે, પરંતુ આટલી વાતમાં પૂરી હકીકત નથી છુપાયેલી.’

‘કંપનીએ સામાજિક માનસશાસ્ત્રી, સમાજવિજ્ઞાનીઓ અને સમાજવિદોને આ હેતુસર અભ્યાસની કામગીરી સોંપી હતી. ફેસબુકનું પ્રદાન હકારાત્મક બની રહે તે હેતુસર ટોચના વિદ્વાનોનાં સલાહસૂચનનો સહારો લેવામાં આવ્યો હતો.’ ફેસબુકના રિસર્ચ ડિરેક્ટર ડેવિડ ગિન્સબર્ગ અને રિસર્ચ વિજ્ઞાની મોરિઆએ આ પોસ્ટ લખી હતી.

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘સંશોધનો કહે છે કે હકીકતે યૂઝર્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરે છે તેના પર હકારાત્મક કે નકારાત્મક પ્રભાવ આધારિત છે.’ દાખલા તરીકે સોશિયલ મીડિયા પર તમે માત્ર પોસ્ટ સ્ક્રોલ કરીને જોઈ શકો, જાણે કે તમે ફિલ્મ જોઈ રહ્યા હો. આવી બાબતો નિષ્ક્રિયતા સાથે ખરાબ પ્રભાવ પણ સર્જી શકે. પોતાના બિઝનેસ મોડલનો બચાવ કરવા ફેસબુકે તાજેતરમાં જ આ બીજી વાર પ્રયાસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન