ઉનાળામાં પણ પગમાં પડે વાઢિયા, ખરાબ તો લાગે જ થાય અસહ્ય દર્દ આ ઉપાય કરશે ફાયદો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ઉનાળામાં પણ પગમાં પડે વાઢિયા, ખરાબ તો લાગે જ થાય અસહ્ય દર્દ આ ઉપાય કરશે ફાયદો

ઉનાળામાં પણ પગમાં પડે વાઢિયા, ખરાબ તો લાગે જ થાય અસહ્ય દર્દ આ ઉપાય કરશે ફાયદો

 | 11:07 am IST
  • Share

પ્રશ્નઃ મારી સ્કિન ઓઈલી છે. ઉનાળામાં મારી સ્કિન વધારે ઓઈલી બની જાય છે. મને કોઈ ઉપાય જણાવશો?

ઉત્તરઃ તમે દિવસ દરમિયાન થોડા થોડા સમયે ચહેરો ઠંડા પાણીથી ધોવાનું રાખો. બને તો રાત્રે સૂતા પહેલાં એસ્ટ્રિજન્ટ લગાવીને સૂઓ.

પ્રશ્નઃ ઉનાળામાં પણ મારા પગમાં વાઢિયા પડી જાય છે. તેના લીધે પગમાં દુખાવો થાય છે અને પાણીમાં કામ કરવાનું પણ મુશ્કેલ બને છે, મારે શું કરવું?

ઉત્તરઃ તમારા પગની ત્વચા ડ્રાય હોવી જોઈએ. તમે ઉનાળામાં સાદા સ્લીપર પહેરી રાખો. બહાર જાવ ત્યારે પગમાં મોજડી પહેરો. પગમાં પડેલા વાઢિયા ઓછા થાય તે માટે તમે રોજ રાત્રે સૂતાં પહેલાં વેસેલીન અથવા કોઈ સારી કંપનીનું મોઈૃરાઈઝર લગાવો અને તેના પર મોજા પહેરીને સૂઈ જાવ. પાણીમાં કામ કર્યા પછી પગ કોરા કરી મોઈૃરાઈઝર લગાવો.

પ્રશ્નઃ મારા અંડરઆર્મ્સની ત્વચા શ્યામ થઈ ગઈ છે અને હાથની ત્વચા પણ ટેન થઈ ગઈ છે. આના લીધે મારે કોઈ વાર સ્લીવલેસ ડ્રેસ પહેરવા હોય તો પહેરી નથી શકાતા. મારે શું કરવું?

ઉત્તરઃ હાથની ટેન થઈ ગયેલી ત્વચાનો રંગ એકસરખો બને તે માટે તમે બટાકાનો રસ લગાવી શકો છો. એ લગાવ્યા પછી સુકાઈ જાય એટલે સાદા પાણીથી ધોઈ નાખો. ચણાના લોટમાં થોડું દૂધ અને હળદર ભેળવી આ પેસ્ટ હાથ પર ઘસો. એથી પણ તમારી ત્વચાનો રંગ ધીમેધીમે એકસરખો થઈ જશે. અંડર આર્મ્સની ત્વચાની કાળાશ દૂર કરવા માટે ત્યાં કાકડીનો રસ અથવા બટાકાનો રસ લગાવો અને તે સુકાઈ જાય એટલે ધોઈ નાખો.

બ્યુટી ક્વેરી :- નેહા દવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન