Even in the summer the skin remains pale and dry
  • Home
  • Fashion & Beauty
  • ઉનાળામાં પણ ત્વચા નિસ્તેજ અને ડ્રાય રહે છે, કરો આ ઉપાય

ઉનાળામાં પણ ત્વચા નિસ્તેજ અને ડ્રાય રહે છે, કરો આ ઉપાય

 | 10:49 am IST

બ્યુટી ક્વેરી :- ધારિકા જનસારી

ગરમીની શરૂઆત થતા જ સ્વાસ્થ્ય તેમજ ત્વચાને લગતી સમસ્યાઓ થતી રહે છે. તો ઉનાળામાં પણ જો તમારી ત્વચા ડ્રાય થઇ ગઇ છે તો આજે અમે તમારા માટે કેટલાક એવા સરળ ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે સહેલાઇથી ડ્રાય ત્વચાને સુંદર બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે ઉનાળામાં ડ્રાય સ્કિનને સુંદર બનાવવી. 

પ્રશ્ન :  મારી ઉંમર ૧૭ વર્ષની છે, મને ગરમીની સીઝનમાં પરસેવો ખૂબ થાય છે. અને તેને કારણે અત્યંત ખરાબ વાસ આવે છે. મને આ કારણે ખૂબ શરમ આવે છે. હું રોજે ન્હાતી વખતે પણ ખૂબ સાબુ અને પાણીથી તેને સાફ કરુ છું, પણ તેમ છતાં અંડરઆર્મ્સમાંથી આ વાસ જતી નથી. મને આ સમસ્યાનો કોઇ ઉપાય જણાવશો

જવાબ : ઉનાળામાં પરસેવો વધારે પ્રમાણમાં થાય એટલે તેમાથી બેક્ટેરીયા પણ વધારે ઉત્પન્ન થાય. અને આ કારણે જે તેમાથી વાસ આવતી હોય છે. પરસેવાની વાસથી છુટકારો મેળવવા તમે સારોપ ટેલકમ પાઉડર, બોડી સ્પ્રે અને બોડીવોશનો ઉપયોગ કરી શકો છો. અને તેમ છતાં પણ તમે કહ્યું તે પ્રમાણે વાસ અસહ્ય આવતી હોય તો ન્હાતી વેળાએ અન્ડરઆર્મ્સમાં લીંબુ કાપીને ઘસો. લીંબુ ઘસ્યા બાદ એક બરફનો ટૂકડો લઇને ત્યાં ઘસો, ત્યારબાદ સારા બોડીવોશથી ધોઇ નાખો. આમ કરવાથી પરસેવાની વાસથી તમે બચી સકશો. અને સમયાંતરે બોડી સ્પ્રે લગાવવાનું રાખો. તેમજ નાહીને બહાર નીકળો એટલે અન્ડર આર્મ્સમાં તરત ટેલકમ પાઉડર લગાવી દો. આમ કરવાથી ત્યાં વાસ નહી આવે.

પ્રશ્ન : નમસ્તે મારી ઉંમર ૨૧ વર્ષ છે. મારી સમસ્યા એ છે કે મારી ત્વચા વધારે પડતી ડ્રાય છે. શીયાળામાં તો સમજી શકાય પણ ઉનાળામાં પણ તે ડ્રાય રહે છે. અને તે કારણે મારી ત્વચા નિસ્તેજ દેખાય છે. કોઇ નૂર ન હોય તેવું લાગ્યા કરે છે. મને આ સમસ્યાનો કોઇ ઉપાય બતાવવા વિનંતી.

જવાબ : શીયાળામાં મોટેભાગે લોકોને આ તકલીફ રહેતી હોય છે. પણ તમને ઉનાળામાં પણ આ તકલીફ છે તેનો સીધો મતલબ એ થાય કે તમે પાણી ઓછું પીવો છો. કેમ કે પાણીનું સંતુલન સરખા પ્રમાણમાં શરીરમાં હોય તો ત્વચા વધારે પડતી ડ્રાય નથી રહેતી. અલબત્ત ડ્રાય ત્વચા ધરાવતાં લોકોને ત્વચા ઉપર કુદરતી મોઇશ્ચરનું પ્રમાણ ઓછું જ હોય છે. અને એટલે જ તેમની ત્વચા ડ્રાય અને નિસ્તેજ લાગે છે. તમારી સમસ્યાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમારે પાણી વધારે પ્રમાણમાં પીવાનું રાખવું પડશે. તે સિવાય રોજે હળવું મોઇશ્ચરાઇઝર બોડી અને ફેસ ઉપર લગાવવાનું રાખવું. ઉનાળામાં બને ત્યાંસુધી ફેસ પર અને ત્વચા ઉપર વધારે પડતુ ભારે મોઇશ્ચરાઇઝર ન લગાવવું કેમ કે તેનાથી ખીલની સમસ્યા થઇ શકે છે. આ ઉપાયથી ત્વચા નિસ્તેજ નહીં લાગે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન