EXIT POLL: Even Nitish Kumar Could Not Help NDA In Bihar
  • Home
  • Election 2019
  • EXIT POLL: બિહારમાં NDA કરશે સૂપડાં સાફ, આરજેડીનું ખાતુ ખુલવું મુશ્કેલ

EXIT POLL: બિહારમાં NDA કરશે સૂપડાં સાફ, આરજેડીનું ખાતુ ખુલવું મુશ્કેલ

 | 7:27 pm IST

બિહારમાં નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની જોડી જીત મેળવતી જોવા મળી રહી છે. જ્યારે તેજસ્વી યાદવનાં નેતૃત્વમાં ઉતરેલું મહાગઠબંધન સંપૂર્ણ રીતે નિષ્ફળ જોવા મળી રહ્યું છે.  આજ તક અને એક્સિસ માય ઇન્ડિયાનાં એક્ઝિટ પૉલ અનુસાર બીજેપી-જેડીયૂ અને એલજેપીનાં ગઠબંધને વિપક્ષનો સફાયો કરી દીધો છે. કુલ 40 લોકસભા સીટોમાંથી બીજેપીને 16-17 સીટો મળતી જોવા મળી રહી છે. જ્યારે જેડીયૂને 15-16 સીટો અને એલજેપીને 5-6 સીટો મળતી જોવા મળી રહી છે.

તેજસ્વી યાદવનાં નેતૃત્વમાં ઉતરેલું મહાગઠબંધન સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે. આરજેડીને 0-1, કૉંગ્રેસને 0-1 સીટો મળતા જોવા મળી રહી છે. જ્યારે જીતેન્દ્ર કુશવાહા અને જીતનરામ માંઝીની પાર્ટી સહિત મહાગઠબંધનનાં બાકી સહયોગી દળ ખાતુ ખોલાવી નથી શકતી. કુશવાહાને બીજેપીથી છૂટા થવાનું મોઘું પડી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.

બિહારમાં મુખ્ય મુકાબલો એનડીએ (બીજેપી-જેડીયૂ-એલજેપી ગઠબંધન) અને આરજેડીની આગેવાનીવાળા મહાગઠબંધન વચ્ચે છે. મહાગઠબંધનમાં આરજેડી ઉપરાંત કૉંગ્રેસ, આરએલએસપી, વીઆઈપી અને જિતન રામ માંઝીની હિંદુસ્તાન અવામ મોર્ચા સામેલ છે. અહીં બેગૂસરાય સીટ પર જેએનયૂનો પૂર્વ વિદ્યાર્થી કનૈયા કુમાર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને આરજેડીનાં તનવીર હસનને ટક્કર આપી રહ્યો છે. ગત વખતે જેડીયૂ એનડીએથી અલગ હતી અને આરએલએસપી એનડીએની સાથે હતી, પરંતુ આ વખતે જેડીયૂ એનડીએમાં અને આરએલએસપી મહાગઠબંધનમાં છે. બિહારમાં પહેલીવાર લાલૂ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં ચૂંટણી થઈ રહી છે. ચારા કૌભાંડમાં લાલૂ જેલમાં સજા કાપી રહ્યા છે.

યૂપી અને પશ્ચિમ બંગાળ બાદ બિહાર એ 3 રાજ્યોમાં હતું જ્યાં આ વખતે સાતેય તબક્કામાં મતદાન થયું. 40 સીટોવાળા બિહારમાં 4 સીટો પર 11 એપ્રિલ, 5 સીટો પર 18 એપ્રિલ, 5 સીટો પર 23 એપ્રિલ, 5 સીટો પર 29 એપ્રિલ, 5 સીટો પર 6 મે, 8 સીટો પર 12 મે અને બાકીની 8 સીટો પર 19 મેનાં મતદાન થયું. વાત જો 2014નાં પ્રદર્શનની વાત કરીએ તો બિહારની 40 સીટોમાંથી બીજેપીને 22, કૉંગ્રેસને 2, એનસીસીને 1, જેડીયૂને 2, એલજીપીને 6, આરજેડીને 4 અને અન્યને 3 સીટો મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન