Events Organization taking Big Decision after Vivek Oberoi Controversial Tweet
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ફની’ના અસરગ્રસ્તોની વ્હારે ચડવા માંગતો હતો વિવેક પણ નડ્યું ઐશ્વર્યાના વિવાદનું વાવાઝોડું

‘ફની’ના અસરગ્રસ્તોની વ્હારે ચડવા માંગતો હતો વિવેક પણ નડ્યું ઐશ્વર્યાના વિવાદનું વાવાઝોડું

 | 3:54 pm IST

બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પોતાના મીમ્સ વાળા ટ્વીટના કારણે વિવાદમાં ફસાયેલ અભિનેતાને દેશભરમાં લોકો સલાહ આપી રહ્યા છે. મહિલા આયોગ દ્વારા પણ તેને નોટિસ ફટકારી સ્પષ્ટતા માગવામાં આવી છે. તમામ સેલિબ્રિટી મિત્રો પણ તેની ટીકા કરી રહ્યા છે. વિવેકનું આ વિવાદિત ટ્વીટ તેના કરિયર માટે પણ જોખમી બન્યું છે એમ લાગી રહ્યું છે. જે બ્રાન્ડ વિવેક સાથે જોડાયેલ હતા તે ઝડપથી દૂર થઈ રહ્યા છે. ત્યારે હવે સૂત્રોથી જાણવા મળ્યું છે કે હવે વિવેક ઓબેરોયને એક ચેરિટી ઓર્ગેનાઈઝેશનના ઇવેન્ટમાંથી પણ બહાર કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ સ્માઇલ ફાઉન્ડેશન નામના એક ચેરિટી ઓર્ગેનાઈઝેશને તેના ઇવેન્ટથી વિવેકને બહારનો રસ્તો બતાવ્યો છે. ચેરિટી સંસ્થાએ વિવેકને લઈ કહ્યું કે,‘વિવેક ઓબેરોયની સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટના આધારે સ્માઇલ ફાઉન્ડેશનને અભિનેતાને પોતાથી અલગ કર્યો છે. અમારી સંસ્થા મહિલા શક્તિકરણ માટે સ્ટેન્ડ કરે છે. વિવેક ઓબેરોયનું નિવેદન અમારી વિચારધારા સાથે મેળ ખાતું નથી.’ રિપોર્ટ પ્રમાણે વિવેકે DLF Promenadeમાં ઓરિસ્સા ફની ચક્રવાત માટે ફંડ રેજિંગ ઇવેન્ટમાં ભાગ લેવાનો હતો. પરંતુ તેના ટ્વિટર વિવાદ બાદ સંસ્થાએ વિવેકને ઇવેન્ટમાંથી બહાર કર્યો છે.

તમને જણાવી દઈએ કે વિવેક ઓબેરોય દ્વારા તેના ટ્વીટર હેન્ડલ પર શેર કરેલાં વિવાદાસ્પદ મીમમાં સલમાન અને એશ્વર્યાના ફોટા પર ઓપિનિયન પોલ લખેલું હતું. જ્યારે વિવેક ઓબરોય અને એશ્વર્યાના ફોટો પર એક્ઝિટ પોલ લખેલું હતું અને અભિષેક, આરાધ્યા અને એશ્વર્યાના ફોટો પર રિઝલ્ટસ લખેલું હતું. વિવેકના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર જોરદાર હોબાળો જોવા મળ્યો હતો. જ્યારે બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર, ક્રિતી ખરબંદા, ઉર્મિલા માતોંડકરે પણ વિવેક ઓબેરોયના વ્યવહારથી નારાજગી વ્યક્ત કરી હતી અને દુ:ખ જાહેર કર્યું છે. જોકે વિવેકને વિવાદ સર્જાતા ટ્વીટને ડિલીટ કરી માફી માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન