Every LPG customer has accident insurance, cover up to Rs 30 lakh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દરેક LPG ગ્રાહકનો હોય છે અકસ્માત વીમો, 30 લાખ સુધી મળે છે કવર, જાણો કેવી રીતે કરશો ક્લેઈમ?

દરેક LPG ગ્રાહકનો હોય છે અકસ્માત વીમો, 30 લાખ સુધી મળે છે કવર, જાણો કેવી રીતે કરશો ક્લેઈમ?

 | 6:28 pm IST
  • Share

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ઘરેલું ગેસનો ઉપયોગ કરનાર ગ્રાહકોને 30 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મફત મળે છે. તો LPG સિલિન્ડરને કારણે અકસ્માતથી મૃત્યુની ઘટનામાં મૃતકનાં પરિવારને વ્યક્તિ દીઠ 6 લાખ રૂપિયાનું અકસ્માતનું કવર મળે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એક કોમ્પિહેન્સિવ વીમા પોલિસી લે છે. આ પોલિસીમાં LPGને લગતાં અકસ્માતોની સ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને રાહત મળી શકે છે. આ કંપનીઓ સાથે નોંધાયેલા તમામ ગ્રાહકોને કવર મળે છે.

ગેસ સિલિન્ડરનાં વિસ્ફોટથી થતી ઈજાઓ મૃત્યુ અથવા ઘરની મિલકતને નુકસાનની સ્થિતિમાં વીમા કવરનો ઉપયોગ થઈ શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને ડીલર્સ આવી એલપીજી ગેસ વીમા પોલિસી આપે છે, જે ગ્રૃપ ઈન્સ્યોરન્સ કવરની જેમ હોય છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર મૃત્યુના કિસ્સામાં વ્યક્તિ દીઠ 6 લાખ રૂપિયાનું અકસ્માત કવર મળે છે. અકસ્માતમાં થયેલી ઇજાઓ માટે તબીબી ખર્ચનું વળતર 30 લાખ રૂપિયા છે, જે વ્યક્તિ દીઠ 2 લાખ રૂપિયા સુધી છે. એક વ્યક્તિ દીઠ રૂ. 25000 સુધીની તાત્કાલિક રાહત સહાય પણ છે.

ક્લેઈમ રાશિનું વિવરણ

રસોઈ ગેસ સિલિન્ડરની સાથે મળતો ઈન્શ્યોરન્સ બે ભાગમાં વહેંચાયેલો છેઃ

સેક્શન 1

સેક્શન 1 હેઠળ LPG સિલિન્ડર અકસ્માતને કારણે થયેલાં નુકસાન માટે વળતરની જવાબદારી પ્રત્યેક ઘટના દીઠ રૂ. 50 લાખ અને વ્યક્તિ દીઠ રૂ. 10 લાખ છે. આ
આ કેસમાં વળતર ચૂકવવાપાત્ર છેઃ
-ગેસ એજન્સીમાં નોંધાયેલાં ગ્રાહકના ઘરે આ અકસ્માત થયો હતો.
-નોંધાયેલ ડીલરના પરિસરમાં ઘટના બની હોય
-પેટ્રોલિયમ કંપનીમાંથી ડિસ્ટ્રિબ્યુટરના ત્યાં સિલિન્ડર ખસેડતી વખતે રજિસ્ટર્ડ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર સાથે નોંધણી કરાવતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.
-સિલિન્ડર કર્મચારી કે ગ્રાહક દ્વારા વેપારી પાસેથી ગ્રાહકના ઘરે લઈ જવામાં આવી રહ્યો છે.
-કોમ્યુનિટી કિચનમાં, રેટિક્યુલેટેડ સિસ્ટમ્સ, વીમાધારક દ્વારા ગીઝર્સ, લાઇટિંગ, જનરેટર સેટ્સ, સિંચાઈ પમ્પ વગેરે જેવી અન્ય વસ્તુઓમાં એલપીજીના પુરવઠા દરમિયાન.
-રજિસ્ટર થયેલ જગ્યામાં એલપીજી ઈન્સ્ટોલેશનથી સિલિન્ડરોને કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરતી વખતે.

સેક્શન 2

આ અંતર્ગત ગ્રાહકના ઘરે એલપીજી સિલિન્ડરને કારણે જાન અને માલના નુકસાન માટે વ્યક્તિગત અકસ્માતનું કવર ચૂકવવાનું છે. જો કોઈ અકસ્માતમાં ગ્રાહકની સંપત્તિ / મકાનને નુકસાન થાય છે, તો પછી અકસ્માત માટે 2 લાખ રૂપિયા સુધીનો વીમો ક્લેઈમ પ્રાપ્ત થાય છે. અકસ્માતમાં મૃત્યુ થાય તો અકસ્માત દીઠ વ્યક્તિ દીઠ રૂ .6 લાખનું વળતર મળે છે. અકસ્માતમાં થયેલી ઇજાઓ માટે તબીબી ખર્ચનું વળતર 30 લાખ રૂપિયા છે, જે વ્યક્તિ દીઠ 2 લાખ રૂપિયા સુધી છે. એક વ્યક્તિ દીઠ રૂ. 25000 સુધીની તુરંત રાહત સહાય પણ છે.

વ્યક્તિગત ઈજા અને પ્રોપર્ટી ડેમેજ માટે વળતર આ કિસ્સાઓમાં આપવામાં આવે છેઃ

-ભરેલું સિલિન્ડર બોટલિંગ પ્લાન્ટમાંથી બહાર લઈ જવામાં આવી રહ્યું છે.
-ટ્રાન્સપોર્ટેશન દરમિયાન
-સિલિન્ડર વિતરકના ઘરેથી ગ્રાહકના ઘરે લઈ જવામાં આવી રહ્યો હોય કે ગ્રાહકનાં ત્યાંથી ભરેલો/ખાલી સિલિન્ડર વિતરકની જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો હોય.
-ભરેલો સિલિન્ડર ગ્રાહકના ઘરે રાખ્યો હોય
-ખાલી સિલિન્ડર ફરીથી બોટલિંગ પ્લાન્ટમાં લાવવામાં આવી રહ્યો હોય
– કોમ્યુનિટી કિચનમાં, રેટિક્યુલેટેડ સિસ્ટમ્સ, વીમાધારક દ્વારા ગીઝર્સ, લાઇટિંગ, જનરેટર સેટ્સ, સિંચાઈ પમ્પ વગેરે જેવી અન્ય વસ્તુઓમાં એલપીજીના પુરવઠા દરમિયાન.
-રજિસ્ટર થયેલ જગ્યામાં એલપીજી ઈન્સ્ટોલેશનથી સિલિન્ડરોને કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરતી વખતે.
-શૈક્ષણિક સંસ્થાઓ, રિસર્ચ લેબ્સ, સરકારી/મ્યુનિસિપલ હોસ્પિટલો, મધ્યાહન ભોજન યોજના, સમાજ કલ્યાણ સંસ્થાઓમાં જેમ કે અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ વગેરેમાં એલપીજીના ઉપયોગ દરમિયાન.
-રેસ્ટોરાં, હોટલો, ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, મરઘાં ફાર્મ, સિરામિક ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, ગ્લાસ ઉદ્યોગ વગેરેમાં એલપીજીના ઉપયોગ દરમિયાન.
-જ્યારે કોઈ ગ્રાહક ડિસ્ટ્રિબ્યુટર પાસેથી 5 કિલો સિલિન્ડર લે છે.

ક્લેઈમની પ્રોસેસ

આ રજિસ્ટર ઓઇલ માર્કેટિંગ દ્વારા લેવામાં આવેલી વીમા પોલિસીમાં બધા રજિસ્ટર એલપીજી ગ્રાહકોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ અકસ્માતની ઘટનામાં તરત જ વિતરકને લેખિત માહિતી આપવી જોઈએ. તે પછી ડિસ્ટ્રિબ્યુટર આ માહિતી ઓઇલ કંપની અને વીમા કંપનીને આપશે. આ પછી તેલ કંપનીને લગતા અકસ્માતને કારણે વીમા ક્લેઈમની ઔપચારિકતાઓ પૂર્ણ થશે.

ક્લેઈમ માટે જરૂરી દસ્તાવેજ

એલપીજી દુર્ઘટનામાં કોઈનું મોત થયું હોય તેવા કિસ્સામાં એલપીજી સિલિન્ડરની પેટ્રોલિયમ કંપનીએ મૃત્યુ પ્રમાણપત્રની મૂળ નકલ અને મૃતકનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. તે જ સમયે અકસ્માતમાં કોઈ ઘાયલ થયાના કિસ્સામાં તબીબી બિલની મૂળ નકલ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, દવા ખરીદી બિલ, ડિસ્ચાર્જ કાર્ડ અને હોસ્પિટલમાં દાખલ કરવાથી સંબંધિત અન્ય કોઈ દસ્તાવેજ સબમિટ કરવાનાં રહેશે. જ્યારે અકસ્માતમાં સંપત્તિ/મકાનને નુકસાન થવાની સ્થિતિમાં વીમા કંપની નુકસાનની આકારણી માટે એક સર્વે ટીમ મોકલે છે. વીમા કંપની વીમા પોલિસીની જોગવાઈઓ અનુસાર દાવાની પતાવટનો નિર્ણય લે છે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદ શહેર પોલીસની કરફ્યૂમાં કડક કાર્યવાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન