Every skin related problem will disappear, please do these home remedies
  • Home
  • Fashion & Beauty
  • ત્વચાને લગતી દરેક સમસ્યા થશે ગાયબ, કરો આ ઘરેલું ઉપચાર

ત્વચાને લગતી દરેક સમસ્યા થશે ગાયબ, કરો આ ઘરેલું ઉપચાર

 | 11:35 am IST

બ્યુટી । શહેનાઝ હુસેન

સુંદર દેખાવા માટે મહિલાઓ મોંઘા સૌંદર્ય ઉપચારો પર વધુ ભરોસો કરે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે, એ મોંઘા સૌંદર્ય પ્રસાધનોને બદલે ઘરની રસોઇમાં ઉપયોગમાં લેવાતાં ઘરેલું પદાર્થોના ઉપયોગથી બહેતર સૌંદર્ય પ્રાપ્ત કરી શકાય છે. ઘરેલું જ પદાર્થોને નિયમિતપણે આંખો, ત્વચા, હાથ-પગ વગેરે પર માસ્ક, સ્ક્રબ, હેર કંડિશનિંગ વગેરે ઉપયોગમાં લાવી શકે છે.

ત્વચાના રોજના ખોરાક માટે એક ચમચી સંતરાના જ્યૂસમાં મધ મેળવીને એ મિશ્રણને ચહેરા પર લગાવીને ૨૦ મિનિટ પછી ચહેરો ધોઈ નાખવામાં આવે તો ત્વચા મુલાયમ અને કોમળ બની જશે. મધ બધા જ પ્રકારની ત્વચા માટે ઉપયોગી સાબિત થાય છે.

તૈલીય તથા ખીલ-ફોડકીથી અસરગ્રસ્ત ત્વચા માટે એક ચમચી મધમાં એક ચમચી દહીં તથા થોડીક હળદર મેળવીને એનું મિશ્રણ બનાવી લો, આ મિશ્રણને ૨૦ મિનિટ ત્વચા પર લગાવેલું રહેવા દો. પછી તાજા સ્વચ્છ પાણીથી સાફ કરી દો. આંખોના સૌંદર્યની દેખભાળ માટે બદામના તેલને આંખોની આસપાસની ત્વચા પર હળવા હાથે ગોળાકારે લગાવો. પ્રત્યેક આંખોની ત્વચા પર અનામિકા આંગળી દ્વારા એક મિનિટ સુધી હળવી-માલિશ કરો અને તેને ૧૫ મિનિટ પછી ભીના કોટનવૂલ દ્વારા સાફ કરી દો. હાથ-પગના સૌંદર્યની દરરોજની દેખભાળ માટે ત્રણ ચમચી ગુલાબજળ, બે ચમચી લીંબુ રસ તથા એક ચમચી મધનું મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને હાથ-પગ પર લગાવીને અડધા કલાક બાદ તાજા પાણીથી ધોઈ નાખો.

ફેસ માસ્ક તૈયાર કરવા માટે ત્રણ ચમચી જવના લોટને એક ઇંડાના સફેદ ભાગ, એક ચમચી બદામ પેસ્ટ, દહીં તથા મધમાં મેળવીને મિશ્રણ તૈયાર કરો. શુષ્ક ત્વચાને માટે ઇંડાના પીળા ભાગનો ઉપયોગ કરો. આ ફેસપેકમાં તમે પાકા પપૈયા કે સંતરાનો જ્યૂસ પણ ઉપયોગમાં લઇ શકો છો. આ પેકને આંખો અને હોઠના ભાગ સિવાયના આખા ચહેરા પર લગાવી દો તથા આ મિશ્રણને ૩૦ મિનિટ પછી તાજા સ્વચ્છ પાણીથી ધોઈ નાખો.

આંખોની ચમકીલી તથા સુંદરતા માટે ચહેરા પર ફેસ માસ્ક લગાવ્યા પછી બે કોટનવૂલ પેડને ગુલાબ જળમાં પલાળો અને આઈપેડની માફક ઉપયોગમાં લો. આને આંખો પર લગાવ્યા પછી ૨૦ મિનિટ સુધી આરામથી સૂઈ જાવ. બોડી સ્ક્રબ માટે ચોખાનો પાઉડર, તલનું તેલ, સૂકા ફુદીનાનાં પાન, દહીં, મધ તથા ચપટી હળદર મિશ્ર કરીને મિશ્રણ તૈયાર કરી લો. તલનું તેલ વાસ્તવમાં સૂર્યની ગરમીથી દાઝેલી ત્વચાને શાંતિ અને સુરક્ષા પ્રદાન કરે છે.

તલને બરાબર પીસીને તેમાં સૂકા ફુદીનાનાં પાનને મેળવીને મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણમાં થોડું મધ મેળવીને આ મિશ્રણને ત્વચા પર લગાવો. એ ત્વચા પરની કાલિમા દૂર કરીને ત્વચાની રંગતને નિખારવામાં મદદ કરે છે. ફુદીનાની પત્તીઓનો ત્વચા પર સ્ફૂર્તિદાયક પ્રભાવ પડે છે. જેનાથી ચહેરાની રંગતમાં લાલિમા આવે છે. મધ ત્વચામાં ભીનાશ અને કોમળતા લાવે છે. શુષ્ક ત્વચા માટે આ મિશ્રણમાં એક ચમચી બદામ તેલ ભેળવી દો. આ મિશ્રણને સ્નાન કરતાં પૂર્વે શરીર પર લગાવીને ધીમે ધીમે આખા શરીર પર ઘસો તથા બાદમાં તાજા પાણીથી ધોઈ નાખો. એના પછી તલ કે જૈતૂનના તેલથી શરીરની માલિશ કરો.

હાથની સુંદરતા માટે તાજાં સંતરાના છોતરાંને હાથ પર લગાવવાથી ત્વચા પર ચમક આવે છે. નખ અને બહારી ત્વચાને પોષિત અને મુલાયમ કરવા માટે બદામ તેલ અને મધને સમાન માત્રામાં મિલાવો તથા એનાથી નખ, હાથ અને બાહ્ય ત્વચા પર માલિશ કરો. આ મિશ્રણને ૨૦ મિનિટ બાદ તાજા સ્વચ્છ પાણીથી ધોઈ નાખો.

વાળની સુંદરતા માટે તમારા વાળને શેમ્પૂની પહેલાં કંડિશનિંગ ઉપચાર પ્રદાન કરો. એક ચમચી સરકો, ગ્લિસરીન તથા ઇંડાનું મિશ્રણ બનાવો. આ મિશ્રણને સારી રીતે ફીણી નાખો, આ મિશ્રણને ખોપરીની ત્વચા પર લગાવો એના પછી ખોપરીને ૨૦ મિનિટ સુધી ગરમ ટુવાલમાં રાખો અને બાદમાં વાળને તાજા પાણીથી ધોઈ નાખો. એનાથી તમારા વાળમાં ચમક અને સૌંદર્યતા તો આવશે જ અને પૌષ્ટિકતા મળશે એ અલગ.

શુષ્ક, તૂટેલા અને ગૂંચભર્યા વાળને સૌંદર્ય પ્રદાન કરવા માટે ૨ ટીપાં વનસ્પતિ તેલ લઇને આપની હથેળી પર રાખો અને બંને હથેળીઓથી હળવા હાથે માલિશ કરો, જેથી તેલ બંને હથેળીઓ પર સમાન રીતે સમાઈ જાય તથા બંને હથેળીઓથી માથાની ધીમે ધીમે માલિશ કરી લો. આ ઉપચારથી શુષ્ક વાળને ઘણો ફાયદો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન