Every Suicide attacker Student studying in Madrasa this bitter fact : Fawad
  • Home
  • Featured
  • ઈમરાન ખાનના મંત્રીએ ફરી ભાંગરો વાટ્યો, ખોલી નાખી પાકિસ્તાનની જ પોલ

ઈમરાન ખાનના મંત્રીએ ફરી ભાંગરો વાટ્યો, ખોલી નાખી પાકિસ્તાનની જ પોલ

 | 8:38 pm IST

પાકિસ્તાનનો વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ ફરી એકવાર ભાંગરો વાટ્યો છે. પોતાના વિવાદાસ્પદ નિવેદનના કારણે એક વાર ફરી યુઝર્સના નિશાના પર આવી ગયા છે. જેને લઈને પાકિસ્તાનની પોલ દુનિયા સામે ખુલી ગઈ છે.

એક ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી ફવાદ હુસેને કહ્યું કે, મદરેસામાં ભણતા દરેક વિદ્યાર્થી આત્મઘાતી હુમલાખોર નથી હોતા. પરંતુ કડવી સચ્ચાઇ એ છે કે દરેક આત્મઘાતી હુમલખોરો મદરેસાના જ વિદ્યાર્થીઓ હોય છે.

ફવાદ હુસેનના આ નિવેદ્દનના કારણે પાકિસ્તાનની હકીકત અને તેના ઈરાદાની પોલ ખુલી ગઈ છે.

આ અગાઉ ફવાદે ભારતના ચંદ્રયાન-2 મિશનની મજાક ઉડાવી હતી. તેમણે લખ્યું- આ રમકડું ચંદ્રની જગ્યાએ મુંબઈમાં ઉતરી ગયું હશે. જે કામ ન આવડે તેમાં પંગો ન લેવાય. ચૌધરીના આ નિવેદનની પાકિસ્તાનમાં પણ નિંદા કરવામાં આવી હતી.

ત્યાર બાદ ગઈ કાલે ફરી એકવાર ભાંગરો વાટરા ફવાદે દાવો કર્યો હતો કે, શ્રીલંકાના 10 ખેલાડીઓએ પાકિસ્તાન આવવા માટે એટલા માટે ના પાડી કારણ કે ભારતે તેમને આઇપીએલમાં ન રમાડવાની ધમકી આપી હતી. તો 2013માં ફવાદે એક ટ્વીટમાં કહ્યું હતું કે, પાકિસ્તાન દુનિયાના સૌથી સારા સ્યૂસાઇડ બોમ્બર્સ બનાવે છે તેમાં કોઇ શક નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન