Health Every time a selfie is taken as 'mental disorder'
 • Home
 • Featured
 • દરેક વખતે સેલ્ફી લેવી એટલે ‘મેન્ટલ ડિસ-ઓર્ડર’

દરેક વખતે સેલ્ફી લેવી એટલે ‘મેન્ટલ ડિસ-ઓર્ડર’

 | 12:19 pm IST

શું છે સેલ્ફીટિસ?

વારંવાર સેલ્ફી લેવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી એ એક ગંભીર માનસિક અવસ્થા છે. જેને સાઇકોલોજિસ્ટ્સે ‘સેલ્ફીટિસ’નું નામ આપ્યું છે. પહેલી વાર આ શબ્દનો ઉપયોગ ૨૦૧૪માં કરાયો હતો, જ્યારે અમેરિકન સાઇકિયાટ્રિક એસોસિયેશન આને ડિસ-ઓર્ડર ઘોષિત કરવા માટે વિચારી રહ્યું હતું.

એ પછી નોટિંઘમ ટ્રેન્ટ યુનિવર્સિટી અને થિયાગરાજર સ્કૂલ ઓફ મેનેજમેન્ટે અમેરિકન રિસર્ચમાં કેટલી સચ્ચાઇ છે, એની ખાતરી કરવા માટે આગળ અભ્યાસ કર્યો. પોતાના અભ્યાસમાં એમણે જાણ્યું કે, ખરેખર ‘સેલ્ફીટિસ’ એક માનસિક વિકાર છે. એ પછી રિસર્ચર્સે એક બિહેવિયર સ્કેલ બનાવ્યો, જેથી એ વાતની તપાસ કરી શકાય કે સેલ્ફીટિસ કયા લેવલ પર છે.

સેલ્ફીટિસના લેવલ્સ

બોર્ડર લાઇન : દિવસ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ વાર સેલ્ફી લેવું પણ એને સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવું. જો તમે પણ સવાર-બપોર- સાંજ સેલ્ફી લેતાં હોવ તો સમજી લો કે તમે બોર્ડર લાઇન પર છો.

અક્યૂટ : દિવસ દરમિયાન ઓછામાં ઓછું ત્રણ વાર સેલ્ફી લેવું અને દરેક વાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું એ ગંભીર અવસ્થા છે. જો તમે આવું કંઇ કરતાં હોવ તો આને અવોઇડ કરવાનું શરૂ કરો.

ક્રોનિક : દિવસ દરમિયાન સેલ્ફી લેવામાંથી પોતાને રોકી ન શકવું, વારંવાર સેલ્ફી લેતાં રહેવું અને સોશિયલ મીડિયા પર ૬ વારથી વધુ વાર પોસ્ટ કર્યા કરવું એ ક્રોનિક લેવલ છે. આમની પર સેલ્ફી લેવાનું ઝનૂન દર વખતે સવાર રહે છે.

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મેન્ટલ હેલ્થ : માં છપાયેલ અધ્યયનમાં એ વાતને જોર અપાયું છે કે, સેલ્ફીટિસ એક મેન્ટલ કે સાઇકોલોજિકલ ડિસ-ઓર્ડર છે. જોકે, હજુ પણ કેટલાક લોકો છે જેનો વિરોધ કરી રહ્યા છે. એમના કહેવા અનુસાર કોઇ પણ દૃષ્ટિકોણને નામ આપવા માત્રથી તે વિકારમાં પરિવર્તિત નથી થઇ જતો.

સેલ્ફીટિસ બિહેવિયર સ્કેલ

પોતાને ૧થી ૫ સુધીનું રેન્કિંગ આપો, જ્યાં પાંચનો મતલબ છે કે તમે એ વાત સાથે સંપૂર્ણપણે સહમત છો તો એકનો મતલબ છે કે આપ તેની સાથે બિલકુલ સહમત નથી. આપનો સ્કોર જેટલો વધુ થશે, સેલ્ફીટિસની શક્યતા એટલી જ વધુ બનશે.

 • સેલ્ફી લેવાથી મારો મૂડ સારો થઇ જાય છે.
 • ફોટો એડિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરું છું, જેથી બીજાથી બહેતર દેખાઇ શકું.
 • આનાથી હું કોન્ફિડેન્ટ મહેસૂસ કરું છું.
 • અલગ અલગ પોઝિશનમાં સેલ્ફી શેયર કરવાથી મારું સોશિયલ સ્ટેટસ વધી જાય છે.
 • સેલ્ફી પોસ્ટ કરતાં રહેવાથી હું ખુદને પોપ્યુલર મહેસૂસ કરું છું.
 • એનાથી મારો તનાવ દૂર થાય છે.
 • વધુ સેલ્ફી પોસ્ટ કરું છું, જેથી વધુ લાઇક્સ અને કમેન્ટ્સ મળે.
 • સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ્સની પ્રશંસા સાંભળવા માટે સેલ્ફી પોસ્ટ કરું છું.
 • ખૂબ સેલ્ફી લઉં છું, પછી એકાંતમાં જોઉં છું જેથી મારો આત્મવિશ્વાસ વધે છે.
 • જો સેલ્ફી ન લઉં તો મારા પિયર ગ્રૂપથી અલગ અલગ મહેસૂસ કરું છું.

સેલ્ફી ન બની જાય ‘કિલ ફી’

હમણાં જ થયેલા એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે આખી દુનિયામાં સેલ્ફી લેવાના ચક્કરમાં સૌથી વધુ લોકોના મૃત્યુ ભારતમાં જ થયા છે, જેને ‘કિલ ફી’ કહે છે. આ વાતની ગંભીરતાનો ખ્યાલ એનાથી આવે છે કે, દુનિયામાં થનારા બધાં સેલ્ફી ડેથ્સના ૫૦ ટકા કિસ્સા ભારતમાં બને છે.

 • ૨૦૧૪-૨૦૧૬ની વચ્ચે સેલ્ફીને કારણે ૧૨૭ મૃત્યુ થયા, જેમાંથી ૭૬ ઇન્ડિયામાં થયા હતા.
 • મોટા ભાગના સેલ્ફી ડેથનું કારણ સમુદ્ર કે નદીમાં સેલ્ફી લેતી વખતે કે ટુ વ્હિલર પર સ્ટન્ટ કરતી વખતે કે પછી બિલ્ડિંગ પરથી પડવાને કારણે થયું હોય.

શું છે સોલ્યુશન?

એક્સ્પર્ટના જણાવ્યા અનુસાર, આ એક એડિક્શન કે લત છે, એટલે એને છોડાવવા માટે સાઇકોલોજિસ્ટ્સ એ પદ્ધતિ અપનાવે છે કે, જે વ્યસનમુક્તિ માટે અપનાવાય છે.

 • સેલ્ફી લો પણ કોશિશ કરો કે સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવી.
 • ખુદને કેમેરાના લેન્સથી જોવાનું બંધ કરો. તમે જેવા છો તેવા જ પોતાને સ્વીકારો.
 • જો તમે પોતાને કંટ્રોલ ના કરી શકતાં હોવ તો કોઇ મનોચિકિત્સકને મળો.
 • યૂથ કોર્નર । શાલિની મહેતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન