everyday-there-should-be-clean-up-in-home-otherwise-it-gives-bad-results
  • Home
  • Astrology
  • ઘરમાં કેમ રોજ સવારે કરવી જોઈએ સાફ સફાઈ, નહિં તો મળે છે આવા ફળ

ઘરમાં કેમ રોજ સવારે કરવી જોઈએ સાફ સફાઈ, નહિં તો મળે છે આવા ફળ

 | 12:59 pm IST

દેવી લક્ષ્મી એવા દેવી છે કે જેને ચમકતું દમકતું, સાફ સુથરું હોય તો જ ગમે. માતા લક્ષ્મીને જો પ્રસન્ન કરવા હોય તો ઘરને નિત્ય સવારે સ્વચ્છ રાખો. ઘરમાં કોઈ મેલા વસ્ત્રો વધું સમય પડ્યાં ન રહે તે ધ્યાન રાખો. ઘરમાં ક્યાંય પણ માટીના થર ન જામે તેનું ધ્યાન રાખો. જો ઘરમાં કરોળિયાના જાળા હોય તો તેને સત્વરે દૂર કરો. જો આમ ન કરવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા તો થતી જ નથી પણ ઉલ્ટાનો વાસ્તુદોષ લાગે છે. જો વાસ્તુદોષ હોય તો ઘર ગળવા લાગે છે. આર્થિક સમૃદ્ધિ આવતી નથી. એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ થાય છે. અનેક આફતો પીછો છોડતી નથી.

ઘરને સાફ સુથરું અને વ્યવસ્થિત રાખવા ઉપરાંત ઘરમાં કોઈને કોઈ કલાને સ્થાન આપો. જો શક્ય હોય તો ઘરના દ્વારે રંગોળી બનાવો. કે પછી ઘરની દિવાલો પર આર્ટપીસ લગાવો. જે સુંદરતાની સાથે સાથે સકારાત્મક ઉર્જાનું વહન કરે. કહીં નહીં તો ફૂલોથી દ્વારની સજાવટ કરો કે પછી નાની નાની ઘંટીઓ લગાવો કે જે પવનથી હળવો ઘંટારવ કરે. આમ કરવાથી સૌભાગ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

ઘરમાં દરેક સભ્યો કોઈને કોઈ કામ સાથે જોડાયેલાં હોય, સ્વસ્થ અને પ્રસન્ન હોય તે ઘરમાં શુભ ઉર્જાનો વાસ રહે છે. દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. જો ઘરના સ્ત્રી અને પુરુષો વચ્ચે સામંજસ્યની સ્થિતિ હોય, એક બીજા પ્રત્યે સન્માન હોય  તો તે અતિ ઉત્તમ સ્થિતિ છે. તેનું શુભ ફળ મળે છે. ઘરના આંગળમાં થોડાં ફૂલ છોડ હોય તો પણ શુભ ઉર્જાનું વહન કરે છે. ઘરની સામે અયોગ્ય ઝાડ કે ઝાડી હોય તો તેને વ્યવસ્થિત કરો.

કેટલાંક ભલે બહું લક્ઝુરિયસ ન હોય આમછતાં તે મન મોહી લે છે. ઘર એ ભાગ્યનો દરવાજો છે. ઘરમાં કોઈ વસ્તુ તૂટેલી ફૂટેલી કે અસ્ત વ્યસ્ત હોય તો વ્યક્તિ શત્રુઓથી પરેશાન રહે છે. જો ઘરની લાદી તૂટેલી ફૂટેલી હોય તો માનસિક અશાંતિ રહે છે. વળી ઘરમાં એંઠાં ગ્લાસ ગોળામાં બોળીને બધાં પાણી પીએ તો ઘર પર મોટી આફતો આવે છે. ખાસ કરીને ઘરના મુખ્ય વ્યક્તિ પર ભાર રહે છે. તેનું સ્વાસ્થ્ય પણ બગડે છે. માટે ગોળામાં ડોયો કે તાંબાનો લોટો બોળીને પાણી લેવું જોઈએ. અને ચોખ્ખા માંજેલા ગ્લાસમાં જ પાણી પીવું જોઈએ. પછી બીજીવાર તેને ન પાવરતા ઘસવામાં મૂકી દેવો જોઈએ.

ઘરમાં નાની પણ બચત થતી રહેવી જોઈએ. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીની કૃપા થાય છે. જો દરવાજામાંથી કિચૂ઼ડ કિચૂડ અવાજ આવતો હોય તો તરત જ તેલ લગાવી દેવું જોઈએ. નહિં તો ઘરમાં ખટપટ વધે છે.

ઘરમાં નિત્ય પૂજા- પ્રાર્થના, અભિષેક થવો જોઈએ. આમ કરવાથી ઘરમાં શાંતિ રહે છે. પરિવારજનોની માનસિક શાંતિ અને આપસી પ્રેમમાં વધારો થાય છે.

ઘરના મુખ્યદ્વારની સામે જૂતા, ચપ્પલ ઉતારવા પણ અશુભ હોય છે. જે સકારાત્મક ઉર્જાને અંદર આવતા રોકે છે. ઘરના મુખ્યદ્વારની પાછળ પણ કોઈ ચીજો લટકાવવી શુભ ફળદાયી નિવડતી નથી.

ઘરમાં બહું ઘટાયેલું ઝાડુ કે સાવરણી ન વાપરવી જોઈએ. જો એવી હોય તો તરત જ બદલી નાંખો. ઘરમાં ફર્શ સ્વચ્છ હોવી જોઈએ.

ઘરમાં કચરાને કે એંઠવાડને સ્થાન ન આપવું જોઈએ. તેને કચરા પેટીમાં ભરીને ચોકડી પાસે બહાર ગેલેરીમાં કે ફળિયામાં એક ખૂણામાં મુકવી જોઈએ. તેનો રોજ નિકાલ થવો જોઈએ.

ઘરમાં કોઈ પણ પ્રકારની ન વપરાતી હોય તેવી વસ્તુઓ પડી હોય તો તે ચાલુ હાલતમાં ન હોય તો તેનો નિવેડો લાવવો જોઈએ. નહિં તો પ્રોગ્રેસ રુંધાય છે.

ઘરએ સુખી થવા માટેનું ઉત્તમ સ્થાન છે. ઘરમાં યોગ્ય બદલાવ લાવો અને માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવો. ઘર ભલે ગારનું કેમ ન હોય, આમછતાં તે એકદમ સુઘડ સ્વચ્છ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોય તો એ ઘર છે. ત્યાં પ્રગતિ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન