NIFTY 10,265.65 +98.95  |  SENSEX 33,250.30 +301.09  |  USD 64.4450 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પ્રથમવાર મતદાન માટે હિમાચલમાં વીવીપેટનો થશે ઉપયોગ

પ્રથમવાર મતદાન માટે હિમાચલમાં વીવીપેટનો થશે ઉપયોગ

 | 4:41 pm IST

ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 બેઠકોની ચૂંટણીની જાહેરાત કરવાની સાથે આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીની વિશેષતા એ હશે કે પ્રથમવાર જ ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ કરશે.

ચૂંટણી પંચની જાહેરાત મુજબ રાજ્યમાં કુલ 7,521 મતદાન કેન્દ્ર હશે. આ ઉપરાંત કેટલાક મતદાન કેન્દ્રો માત્ર મહિલા માટે જ હશે. આ ઉપરાંત વિકલાંગો માટે પણ ખાસ મતદાન કેન્દ્રોની સ્થાપના કરવાનો ચૂંટણી પંચે આદેશ જારી કર્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર અચલકુમાર જ્યોતિની જાહેરાત પ્રમાણે રાજ્યમાં 136 મતદાન કેન્દ્રોનું સંચાલન માત્ર મહિલાઓ જ કરશે. આટલું જ નહીં મતદાન માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સાથે વીવીપેટનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે. આ કારણે મતદાન કુટિરની ઉંચાઈ 30 ઈંચ વધારે રહેશે.