Ex-cop Admits Having Relationship With Supervisor While Her Daughter Died In Hot Car
  • Home
  • Featured
  • સેક્સ કરવા મહિલા પોલીસ ઓફિસર વાનમાં 3 વર્ષની દીકરીને મૂકી જતી રહી, પાછું ફરીને જોયું…

સેક્સ કરવા મહિલા પોલીસ ઓફિસર વાનમાં 3 વર્ષની દીકરીને મૂકી જતી રહી, પાછું ફરીને જોયું…

 | 10:29 am IST

અમેરિકાના મિસિસિપીમાં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક માતા પોતાના બોસની સાથે સેક્સ કરવા માટે પોલીસ વાનમાં પોતાની દીકરીને છોડીને ઘરની અંદર જતી રહે છે. આ દરમ્યાન દીકરીનું દમ ઘૂંટાવાથી મોત થઇ ગયું. આ ઘટના 30મી સપ્ટેમ્બર 2016ના રોજની છે, જ્યારે કૈસી બાર્કર નામની પોલીસ અધિકારીએ પોતાની દીકરી શેનને કારની સીટ પર સૂવડાવી અને પોતે બોસની સાથે સેક્સ કરવા માટે તેના ઘરની અંદર જતી રહી હતી.

જ્યારે મહિલા પોલીસ અધિકારી ચાર કલાક બાદ પાછી ફરી તો જોયું કે તેમની દીકરીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું. થયું કંઇક એવું હતું કે મહિલા પોલીસ અધિકારી અને તેના બોસ બંને ઊંઘી ગયા હતા. બાર્કરે પાછી ફરીને જોયું તો તેની દીકરી હલી રહી નહોતી.

ધ વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટમાં લખ્યું છે કે મેનેજમેન્ટે કહ્યું કે બાળકીના મોત પહેલાં તેના શરીરનું તાપમાન 107 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જો કે એ સ્પષ્ટતા થઇ નહોતી કે બાર્કરે શું પોતાની દીકરીને જાણી જોઇને કારની અંદર છોડી હતી? 29 વર્ષની બાર્કરે પોતાની વિરૂદ્ધ માનવ હત્યાનો આરોપ હટાવાની કોર્ટને માંગણી કરી છે.

હૈરિસન કાઉન્ટી સર્કિટ જજ લૈરી બોર્જોઇ એ બાર્કરને કહ્યું કે મને ખબર નથી કે હું તમારી સાથે શું કરી શકું છું જે તમારા દ્વારા પહેલાં કરાયેલા અનુભવ કરતાં પણ બદતર હોય. બિલોક્સી સન હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે બાર્બર હત્યાના મામલામાં સેકન્ડ ડિગ્રી સજાથી બચી ગઇ, કારણ કે તેણે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો. ફરિયાદી પક્ષે બાર્કરને 20 વર્ષની સજા સંભળાવાની માંગણી કરી છે, પરંતુ જજે કહ્યું કે તેઓ એક એપ્રિલના સુધી સજા પર વિચાર કરશે.

એપીના રિપોર્ટ પ્રમાણે બાળકીનું મોત થયા બાદ જ બાર્કર અને તેના બોસ ક્લાર્ક લેડનરને નોકરીમાંથી કાઢી મૂકયા હતા. જો કે લેડનર પર કોઇપણ પ્રકારનો આરોપ નથી લાગ્યો કારણ કે તેને મેનેજમેન્ટને જણાવી દીધું હતું કે તેને ખબર નહોતી કે બાર્કરની દીકરી કારમાં છે.

શેને પિતા રયાન હૈયરને સોમવારના રોજ કહ્યું કે તેમની દીકરીનું મોત તેને વર્ષોથી પરેશાન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે હું જ્યારે પણ આંખો બંધ કરું છું, તે દુ:ખી દેખાય છે અને પછી તે તાબૂતમાં સૂતી નજર આવે છે. હું અત્યારે પણ હજુ તેની મુસ્કુરાહટને મહેસૂસ કરું છું. મને લાગે છે કે એ સમયે તેની મુસ્કુરાહટ અને હસી દર્દ અને પીડામાં બદલાય ગઇ હતી.

હૈયરને પાછળથી ખબર પડી કે બાર્કર એ એક વર્ષ પહેલાં પણ પોતાની દીકરીને કારમાં છોડી દીધી હતી. બાર્કર એક સ્ટોરમાં ગયો હતો. ત્યાંથી પસાર થનાર લોકો એ પોલીસને બોલાવી લીધી. ત્યારબાદ પોલીસે બાળકીને અસ્થાયી રીતે પોતાની કસ્ટડીમાં લઇ લીધી હતી અને તેને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દીધી હતી. પરંતુ હૈયરને કયારેય આ વાતની ખબર પડી જ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન