Ex Corporator Of Surat Passes Away Due to Corona
  • Home
  • Ahmedabad
  • કોરોનાનો ભરડોઃ સુરતમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટરનું મોત, અ’વાદનાં આ ગામમાં 29 કેસ આવતાં ખળભળાટ

કોરોનાનો ભરડોઃ સુરતમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટરનું મોત, અ’વાદનાં આ ગામમાં 29 કેસ આવતાં ખળભળાટ

 | 1:31 pm IST

ગુજરાતમાં અનલોક બાદના તબક્કાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં આજે કોરોનાને કારણે સુરતમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને વેરાવળ નગરપાલિકાના સેક્રેટરીનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી બાજુ અમદાવાદના ગોધાવી ગામમાં એકસાથે 29 કેસો સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને આ ગામને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયું હતું.

સુરતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. અને કોરોનાનાં અજગરી ભરડાએ અનેક લોકોનાં જીવ લીધા છે. ત્યારે સુરતમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે. નરેન્દ્ર ગાંધી કોરોના પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા કેટલાય દિવસોથી ખાનગી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલતી હતી. નરેન્દ્ર ગાંધી સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

તો બીજી બાજુ વેરાવળમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. વેરાવળ નગરપાલિકાના સેક્રેટરી જેન્તી ડાલકી કોરોના સામેની જંગ હારી ગયા હતા. અને લાંબી સારવાર બાદ કોવિડ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. આજે વહેલી સવારે તેઓનું મોત થતાં લોકોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.

અમદાવાદ જિલ્લાના ગોધાવી ગામે શંકાસ્પદ 29 કેસ અને 8 કોરોના પોઝીટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમા આવી ગયું હતું. અને ગામના 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયા છે. પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર 3 દિવસ બાદ પહોંચ્યુ છે. માટે હજી પરિસ્થિતિ વણસે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. એટલું જ નહીં, પણ ગામમાં 24 કલાક માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઢવી દેવામાં આવ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન