nri mital saraiya missing since family inform foreign minister sushma swaraj
  • Home
  • Baroda
  • અમેરિકાથી વડોદરા આવેલા પૂર્વ ક્રિકેટર બે દિવસથી ગૂમ, વિદેશ મંત્રીને કરાઈ જાણ

અમેરિકાથી વડોદરા આવેલા પૂર્વ ક્રિકેટર બે દિવસથી ગૂમ, વિદેશ મંત્રીને કરાઈ જાણ

 | 1:04 pm IST

અમેરિકાથી વડોદરા આવેલા વડોદરા ક્રિકેટ એસોસિએશનનાં પૂર્વ ક્રિકેટર અને NRI મિત્તલ સરૈયા ગૂમ થયા છે. મિત્તલ સરૈયા મંગળવારે બપોરે કારેલીબાગમાં આવેલી એક ખાનગી બેંક પાસેથી ગૂમ થયા હતા. તેઓ અમેરિકાથી કાકાનાં ખબર કાઢવા વડોદરા આવ્યા હતા. તેમના ગૂમ થયાની જાણ થતા જ પરિવારજનો કારેલીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

વડોદરાથી અમેરિકામાં સ્થાયી થયેલા 51 વર્ષિય મિત્તલ સરૈયા એક સમયે વડોદરા વતીથી ક્રિકેટ રમતા હતા. તેઓ એક સમયે બરોડા ક્રિકેટ એસોસિએશનનાં સંભવિત ક્રિકેટર હતા.

હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. આ અંગે અમેરિકા સ્થિત ભારતીય એલચી કચેરીને જાણ કરવામાં આવી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે. અમેરિકા સ્થિત તેમની પત્ની અને બે પુત્રીઓ તેમના પિતા વડોદરા પહોંચ્યા બાદ ગુમ થઈ જતાં પરેશાન થઈ ગયા છે.

લગભગ એક દાયકા બાદ અમેરિકાથી તેઓ હૉસ્પિટલમાં દાખલ કાકાનાં ખબર પુછવા વડોદરા આવ્યા હતા. મંગળવારે બપોરે તેઓ આર્મપાલી કૉમ્પલેક્સ સ્થિત ખાનગી બેકમાં કામથી ગયા હતા. બેંકમાં પાસપોર્ટની નકલ માંગ્યા બાદ તેઓ ઘર તરફ આવવા નીકળ્યા હતા, પરંતુ ઘરે પહોંચ્યા નહોતા.

ઘણા કલાકો વિત્યા બાદ પણ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા નહીં ત્યારે પરિવાર ચિંતિત થયો હતો અને કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

બેંકનાં સીસીટીવીમાં મિત્તલ સવૈયા જોવા મળ્યા હતા. તેઓ શનિવારનાં રોજ અમેરિકા જવાના હતા. પોલીસ અત્યારે સીસીટીવી ફૂટેજનાં આધારે તેમની શોધખોળ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન