ex advisor s jayshankar will be next minister of state in foreign ministry
  • Home
  • Election 2019
  • નવી મોદી સરકારમાં એમ જે અકબરનું સ્થાન લેશે આ પુર્વ મંત્રી, ચીનને લાગશે ડર

નવી મોદી સરકારમાં એમ જે અકબરનું સ્થાન લેશે આ પુર્વ મંત્રી, ચીનને લાગશે ડર

 | 7:14 pm IST

નવી મોદી સરકારની મંત્રી મંડળની તસવીર હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. સુત્રો પ્રમાણે પુર્વ વિદેશ સવિવ એસ જયશંકરને પણ મંત્રી બનાવવામાં આવશે. તેમને વિદેશ રાજ્યમંત્રી બનાવશે એવી અટકળો જણાવવામાં આવી રહી છે.

1977ની બેન્ચનાં વિદેશ સેવાના અધિકારી સુબ્રમણ્યમ જયશંકર મોદી સરકારનાં પહેલા કાર્યકાલમાં વર્ષ 2015થી 2018 સુધી વિદેશ મંત્રાલયના સચિવ રહી ચૂક્યાં છે. જયશંકરની વિદેશ મામલોમાં સારી એવી ફાવટ માનવામાં આવે છે. કારણ કે અમેરિકા, ચીન અને ચેક ગણરાજ્યમાં ભારતનાં એમ્બેસેંડર તરીકે પણ રહી ચૂક્યાં છે. ચીનની વાત હોય તો એમાં જયશંકરનો કોઈ તોડ નથી.

મોદી સરકારમાં મહત્વનાં હોદા પર રહી ચૂકેલા જયશંકરને પીએમ મોદીના વિદેશ પ્રવાસોની સફળતા માટે પણ શ્રેય આપવામાં આવે છે. કુટનિતિનાં મામલે એની સારી ફાવટ માવનામાં આવે છે.

પીએમ મોદીએ 2014માં પત્રકાર એમ જે અકબરને વિદેશ રાજ્યમંત્રી બનાવ્યાં હતા. મહિલા પત્રકારો દ્વારા યૌન ઉત્પીડનનાં આરોપ બાદ અકબરે દબાણનાં લીધે રાજીનામુ આપી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન