Ex Indian Air Force Chief Dhanua About India's Rafale And China's J 20
  • Home
  • Featured
  • ભારતના રાફેલ સામે ચીનનું J-20 કેટલું ખતરનાક? પૂર્વ એર ચીફ ધનોઆએ જણાવી હકીકત

ભારતના રાફેલ સામે ચીનનું J-20 કેટલું ખતરનાક? પૂર્વ એર ચીફ ધનોઆએ જણાવી હકીકત

 | 11:46 am IST

આજે ફ્રાન્સથી 5 રાફેલ વિમાન ભારત પહોંચી રહ્યા છે. ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થવાથી ગેમચેન્જર ગણાવવામાં આવી રહ્યું છે. જો કે ચીનની એરફૉર્સ તાકાતને પણ ઓછી ના આંકી શકાય, પરંતુ પ્રશ્ન ઉઠે છે કે આખરે શું રાફેલની સામે ચીનનાં J-20 ફાઇટર જેટ્સ ટકી શકશે?

રાફેલની ખુબીઓ સામે ચીનનું જે-20 ક્યાંય નથી

ભારતીય વાયુસેનાનાં પૂર્વ પ્રમુખ એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆ (રિટાયર્ડ) પ્રમાણે, રાફેલથી ચાઇનીઝ J-20 મુકાબલો તો દૂર, તે રાફેલની ખુબીઓ સામે એટલું નીચું છે કે બંનેની તુલના કરવી બેઇમાની છે. પૂર્વ એર ચીફે એક વાતચીતમાં કહ્યું કે, રાફેલ ફાઇટર જેટ્સ ચીનનાં જે-20 વિમાનોથી ઘણા ઉચ્ચ દરજ્જાનાં છે. તેમણે રાફેલની ખૂબીઓ ગણાવતા કહ્યું કે, આ ઇલેક્ટ્રોનિક વૉરફેર ટેક્નોલોજી પ્રમાણે દુનિયામાં સર્વોત્તમ છે. આમાં Meteor મિસાઇલ લાગે છે જે રડારથી ગાઇડ હોય છે અને જે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે.

ચીન પર કહેર બનીને તૂટશે રાફેલ

ભારતનાં રાફેલમાં હવાથી જમીન પર પ્રહાર કરનારા અત્યંત ખતરનાક હથિયાર Scalp છે જે પહાડી અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ચીનની પાસે ઉપલબ્ધ હથિયારો પર ભારે પડશે. તેમણે કહ્યું કે, જો ચીનની સાથે યુદ્ધની સ્થિતિ આવે છે તો રાફેલ કોઈપણ શંકા વગર આખી ગેમ બદલી દેશે. તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જો ભારતીય વાયુસેના દુશ્મનની હવાઈ સુરક્ષાને ભેદવામાં સફળ થઈ તો હોટન અને ગોંગર એર બેઝ પર ચીની યુદ્ધવિમાનો નેસ્તનાબૂદ થઈ જશે તે નક્કી છે. તેમણે કહ્યું કે, હોટનમાં ચીનનાં 70 વિમાન અને લ્હાસામાં ચીની સૈનિકો દ્વારા નિર્મિત એક સુરંગ સ્થિત ગોંગર એરબેઝ પર લગભગ 26 વિમાન છે.

ચીનનની મિસાઇલ સીસ્ટમ ખતરનાક

ધનોઆએ કહ્યું કહ્યું કે હોટન એરબેઝ પર તો ચીનનાં તમામ વિમાનો આમ જ ખુલ્લામાં પડ્યા છે અને તેમની કોઈ સુરક્ષા નથી. પૂર્વ એર ચીફ ધનોઆએ કહ્યું કે, પાંચમી પેઢીનાં ચીની જે-20 વિમાન પણ શક્તિશાળી છે, પરંતુ રાફેલ અને એસયૂ-30 એમકેઆઈની સામે તેનું કંઇ ના ચાલે. તેમણે કહ્યું કે ચીનથી મુખ્ય સંકટ તેની જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ સિસ્ટમ છે. તેમણે કહ્યું કે, ચીની વિમાનો કેટલા ભરોસા લાયક છે તે 27 ફેબ્રુઆરી 2019નાં પાકિસ્તાની કાર્યવાહીથી લગાવી શકાય છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને ભારતીય સરહદમાં ઘુસીને અટેક કરવા માટે ફક્ત એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો હતો જે અમેરિકી વિમાન છે. તેણે ચીનનાં AWACSને દક્ષિણમાં લગાવ્યું હતુ, જ્યારે ઉત્તરમાં સ્વીડિશ સિસ્ટમને તૈનાત કરી રાખી હતી.

ચીનનાં યુદ્ધવિમાનને ભારતે બચાવ્યો હતો બાલાકોટ વખતે પરચો

આ જ રીતે તે ચીનનાં આપેલા જેફ-17 ફાઇટર જેટ પર યૂરોપિયન રડાર સેલેક્સ ગેલેલિયો અને તુર્કીનું ટાર્ગેટિંગ પોડ લગાવી રાખ્યું છે. આનો મતલબ છે કે પાકિસ્તાનને પણ પોતાના સદાબહાર મિત્ર ચીનની એટેક સિસ્ટમ પર ભરોસો નથી. ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરી 2019નાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી જેનાથી ખિજાયેલા પાકિસ્તાને પોતાનું વિમાન ભારતીય સરહદમાં મોકલ્યું હતુ, પરંતુ ભારતનાં પડકાર સામે તેનું જેફ-16 ઉભી પૂંછડીએ ભાગ્યું હતુ.

આ વિડીયો પણ જુઓ: અમરેલીના ધારીમાં બાળક પર દીપડાનો હુમલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન