Ex Pakistan PM Nawaz Sharif Hospitalized
  • Home
  • Featured
  • નવાજ શરીફની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

નવાજ શરીફની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

 | 7:45 pm IST

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે શનિવારે નવાજ શરીફને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક દિવસ પહેલા વિશેષ મેડિકલ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પૂર્વ પ્રધાનમંત્રીને હાર્ટને સંબંધિત સમસ્યાઓ થવા લાગી હતી. હાલ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ભ્રષ્ટાચારના મામલે સાત વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે.

નવાજ સરીફના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહેલી ખાસ ટીમના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખી બોર્ડ દ્વારા આ જ અઠવાડિયામાં જેલમાં નવાજ શરીફના સ્વાસ્થ્યની તપાસ કરી છે. આ વિશે સત્તાવાર માહિતી આપતા જેલ પ્રશાસને જણાવ્યું હતું કે નવાજ શરીફ છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ બિમારીથી પિડાઇ રહ્યા છે અને ઘણીવાર ઇલાજ કરવા માટે વિદેશ પણ સારવાર માટે જઇ આવ્યા હતા.

તેમની હાલની સ્વાસ્થ્યની સ્થિતિ જોઇને તેમને હાલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે . જ્યાં તેમની આગળની સારવાર કરવામાં આવી રહીં છે. હાલ નવાજ શરીફને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તે હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે આ મામલે અગાઉ નવાજ શરીફને જેલમાં જ ઘણી સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ આપવામાં આવી હતી, પરંતુ તેમના સ્વાસ્થ્યને લઇને ધ્યાન રાખી રહેલી ખાસ ટીમના સૂચન બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન