ex pakistan president offer rs 10 crore to aishwarya rai for performance
  • Home
  • Entertainment
  • Bollywood
  • ધડાકો: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં એક રાત ઠુમકાં મારવાના એશ્વર્યાને અપાયા’તા 10 કરોડ?

ધડાકો: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં એક રાત ઠુમકાં મારવાના એશ્વર્યાને અપાયા’તા 10 કરોડ?

 | 5:21 pm IST

વિશ્વ સુંદરી, બોલિવૂડ એક્ટ્રેસ અને અમિતાભ બચ્ચનની વહુ એશ્વર્યા રાય બચ્ચનનો એક વીડિયો વાયરલ થયો અને ચર્ચામાં આવ્યો. આ વખતે તે તેની સુંદરતા નહીં પણ કંઈક બીજાના લીધે ચર્ચામાં આવી છે. એ વાત સૌ જાણે છે કે એશ્વર્યા ભારત જ નહીં વિદેશમાં પણ લોકપ્રિય છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પણ ઐશ્વર્યા રાયની પ્રશંસક છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ઝરદારીએ એક વખત ઐશ્વર્યાને તેમના રાષ્ટ્રપતિ નિવાસસ્થાને ડાન્સ કરવા માટે બોલાવી હતી. જેના માટે તેણે એશ્વર્યાને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. આ જુનો વીડિયો હવે સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાની રાજકીય વિશ્લેષક ડો.શાહિદ મસૂદ આ વિશે વાત કરતા જોવા મળે છે. તેમણે નામ લીધા વિના કહ્યું કે પાકિસ્તાનના કેટલાક પ્રખ્યાત લોકોએ ભારતની એક પ્રખ્યાત અભિનેત્રીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં નૃત્ય કરવા બોલાવી હતી. શહીદ મસૂદ તે દરમિયાન જીએનએન પર એક ટોક શો હોસ્ટ કરતો હતો. તેણે તેના વિશે વાત કરી.

કહેવામાં આવી રહ્યું છે કે એક જ રાતમાં બધું ગોઠવાઈ ગયું હતું. માત્ર ભારત જ નહીં, પાકિસ્તાનને પણ આ વિશે ખબર નહોતી પડી. પરંતુ ઝરદારી સાથે જોડાયેલા સૂત્રોએ આ સમાચાર શાહિદ મસૂદને પહોંચાડ્યા હતા અને તેણે ધમાકો કરી નાંખ્યો હતો. આ ઘટના વિશે વાત ભારતમાં પણ થવા લાગી, જેનાથી ઐશ્વર્યા રાય ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. કારણ કે હજુ આ વિશે કોઈ માહિતી બહાર નથી આવી, સાચી છે કે ખોટી એ પણ કંઈ જ તારણ નથી આવ્યું અને પુષ્ટિ નથી થઈ.

જોકે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં ઐશ્વર્યાના અભિનયનો કોઈ વીડિયો અને સાક્ષી હજી બહાર આવ્યા નથી. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. કેટલાક લોકો એશ્વર્યાની ટિકા કરી રહ્યા છે તો કેટલાક લોકો એશ્વર્યાનો સપોર્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ બે ભાગમાં વહેંચાય જતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: ભાજપના જે.પી. નડ્ડાની નવી ટીમની જાહેરાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન