પાકિસ્તાન આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરે : યુએસ - Sandesh
  • Home
  • World
  • પાકિસ્તાન આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરે : યુએસ

પાકિસ્તાન આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરે : યુએસ

 | 3:12 am IST

વોશિંગ્ટન :

અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પડોશી દેશો પર ત્રાસવાદી હુમલા કરતાં આતંકી સંગઠનો સામે પાકિસ્તાનની સરકાર આકરાં પગલાં લે. જે આતંકી સંગઠનોને પાકિસ્તાન ખતરનાક ગણે છે તેવાં સંગઠનો સહિત તેના દેશમાં સક્રિય તમામ આતંકી સંગઠનો કે જે પડોશી દેશો પર હુમલા કરે છે તેની સામે પાકિસ્તાનની સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. સાર્ક દેશોની બેઠકમાં ભારતનાં વલણને અમેરિકાએ ટેકો આપ્યો હતો.

પાક. ત્રાસવાદીઓને આશ્રય આપવાનું બંધ કરે

અમેરિકાનાં વિદેશમંત્રાલયના ઉપપ્રવક્તા માર્ક ટોનરે ગુરૂવારે કહ્યું હતું કે પાકિસ્તાનના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને અમે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પડોશી દેશો પર હુમલા કરતાં ત્રાસવાદી સંગઠનો સહિત તમામ આતંકી સંગઠનો સામે તેણે કડક કાર્યવાહી કરવી પડશે, પાકિસ્તાને ત્રાસવાદીઓને આશ્રય આપવાનું બંધ કરવું પડશે. આતંકી સંગઠનો સામે પગલાં લેવામાં પાકિસ્તાને પ્રગતિ કરી છે પણ તે ફક્ત કેટલાંક નક્કી કરેલાં આતંકી સંગઠનો સામે જ પગલાં લઈ રહ્યો છે. જે આતંકી સંગઠનોને પાકિસ્તાન તેના પોતાના માટે ખતરા સમાન ગણતો ન હોય પણ આવાં સંગઠન દ્વારા પડોશી દેશો પર ખતરો સર્જવામાં આવતો હોય તેવાં તમામ આતંકી સંગઠનો સામે કડક પગલાં લેવા તાકીદ કરી છે. તે ઉપરાંત રાજનાથસિંહ સાર્ક દેશોના ગૃહપ્રધાનોની બેઠકમાં હાજરી આપવા ઇસ્લામાબાદ પહોંચ્યા હતા તે સંદર્ભમાં ટોનરે કહ્યું કે આ બેઠકમાં ભારતનાં વલણને અમેરિકાનો ટેકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન