Manmohan Singh Slams Government, Gave Thought On Economy Crisis
  • Home
  • Featured
  • દેશની ખરાબ આર્થિક સ્થિતિ જોઇ મનમોહન સિંહને યાદ આવ્યું 2008, આપી મહત્વની સલાહ

દેશની ખરાબ આર્થિક સ્થિતિ જોઇ મનમોહન સિંહને યાદ આવ્યું 2008, આપી મહત્વની સલાહ

 | 7:15 pm IST

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહએ વર્તમાન અર્થવ્યવસ્થાને લઇને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે અર્થવ્યવસ્થા ખરાબથી અત્યંત ખરાબ થઇ રહી છે અને ખતરનાક વાત એ છે કે સરકારને આ વાતનો અહેસાસ પણ નથી. પૂર્વ પીએમે કહ્યું કે, “આર્થિક મંદીનો સમય છે. વિકાસ દર ઘટીને 5 ટકા રહી ગયો છે. આ આપણને 2008ની યાદ અપાવે છે, જ્યારે અમારી સરકારમાં અર્થવ્યવસ્થા એકદમ નીચે આવી ગઈ હતી.”

અમે પડકારને અવસર તરીકે લીધો – મનમોહન સિંહ 

તેમણે કહ્યું કે, “તે સમયે મંદી આંતરરાષ્ટ્રિય નાણાં સંકટને કારણે આવી હતી. તે સમયે અમારી સામે પડકારજનક સ્થિતિ હતી. અમારા માટે પડકાર હતો, પરંતુ અમે આ પડકારને એક અવસર તરીકે લીધો અને અર્થવ્યવસ્થા મજબૂત કરવા તરફ પગલા ભર્યા. આજનાં સમયે આપણે કંઇક આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, પછી ભલે તે રિયલ એસ્ટેટની વાત હોય કે પછી કૃષિનાં ક્ષેત્રની. પ્રત્યેક ક્ષેત્રમાં જોવા મળી રહેલી મંદીનાં કારણે અર્થવ્યવસ્થા સતત નીચે આવી રહી છે.”

રોજગાર ક્ષેત્રે ખરાબ સ્થિતિ પેદા થશે તો મુશ્કેલીઓ વધશે

તેમણે કહ્યું કે, “જો આ પરિસ્થિતિમાંથી ના નીકળ્યા તો રોજગાર ક્ષેત્રમાં ઘણી ખરાબ અસર પેદા થશે. જો સતત લોકો બેરોજગાર થતા જશે તો અર્થવ્યવસ્થા માટે મુશ્કેલીઓ વધશે.” અર્થવ્યવસ્થાને લઇને કૉંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહી છે. તાજેતરમાં જ કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અર્થવ્યવસ્થામાં મંદીને લઇને કેન્દ્ર પર તીખો કટાક્ષ કર્યો હતો.

પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર કર્યા હતા પ્રહાર

પ્રિયંકાએ ટ્વિટર પર કહ્યું હતુ કે, “અર્થવ્યવસ્થા મંદીની ઊંડી ખીણમાં પડી રહી છે. લાખો હિન્દુસ્તાનીઓની આજીવિકા પર સતત તલવાર લટકી રહી છે. ઑટો સેક્ટર અને ટ્રક સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે. પ્રોડક્શન-ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે. આ બજારનાં તૂટતા ભરોસાની નિશાની છે. સરકાર ક્યારે પોતાની આંખ ખોલશે?”

આ વિડીયો પણ જુઓ: વેરાવળ શહેરની મુખ્ય શાકમાર્કેટની પણ ભયંકર દુર્દશા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન