ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની વાત હાલ સંજોગોમાં જુમલો જ માત્ર :મનમોહન - Sandesh
  • Home
  • Budget 2018
  • ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની વાત હાલ સંજોગોમાં જુમલો જ માત્ર :મનમોહન

ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની વાત હાલ સંજોગોમાં જુમલો જ માત્ર :મનમોહન

 | 5:41 pm IST

પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં અરુણ જેટલી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં ડબલ કરી દેવાની વાતને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે હાલ સંજોગોમાં માત્ર જુમલો જ ગણાવ્યો હતો. આ વાતના અમલી કરણ માટે લેવાનારા નક્કર પગલાં વિશે વાત ન આવે ત્યાં સુધી આ વાતને જુમલો જ ગણી શકાય તેવું તેમણે કહ્યું હતું. શું કહ્યું મનમોહનસિંહે  વધુંમાં જાણો અહિં…

સામાન્ય બજેટ 2018 વિશે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે કૃષિવિકાસ અને ખેડૂતોની આવકને સંબંધ છે. જ્યાં સુધી કૃષિ વિકાસ દર 12 ટકાએ ન પહોંચે ત્યાં તે સુધી તે શક્ય જ નથી. વર્ષ 2022 સુધીમાં આ શક્ય બનશે તેમ કહેવું એ હાલના સંજોગોમાં વધું પડતું છે.

પૂર્વ વડાપ્રધાને નાણાકિય ખાધને ચિંતાનો વિષય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજકોષિય ખાધને કાબૂમા લઈને સ્થિતિ મજબૂત કરવા માટેના પગલાં એ ચિંતાનો વિષય છે. રાજકોષીય ખાદ્યમાં વધારો થયો છે. નાણાપ્રધાને બજેટમાં તેને નાથવા ખાસ કહ્યું નથી. સરકાર આ માટે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. સરકારે ખેતપેદાશોના ટેકાના ભાવ અંગે જે પણ કઈં કહ્યું છે તે અંગે વાત કરીએ તો સરકારે સ્વામીનાથન ફોર્મુલાના અમલીકરણ માટે બજેટમાં લેવાના પગલાં વિશે કહ્યું નથી.

ઉલ્લેખનિય છે કે સરકારે બજેટમાં ખેડૂતોને તેમની ખેતેપેદાશોના ઉત્પાદન ખર્ચના દોઢ ગણાં ભાવ મળે તેવી ઈચ્છા બજેટમાં પ્રદર્શિત કરી હતી, તે માટે સરકાર પોતે ખરીદી કરે અથવા એવું મિકેનિઝમ ઉભું કરે તેવી વાત કહેવામાં આવી હતી.

મનમોહનસિંહે આ બજેટને ચૂંટણી લક્ષી  ગણાવ્યું ન હતું. પણ દેશની આર્થિક સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.