મહાનુભાવ : કોઈ પણ દેશ કે ક્ષેત્રની સીમા મને બાંધી ન શકે : કલ્પના ચાવલા - Sandesh
 • Home
 • Kids Corner
 • મહાનુભાવ : કોઈ પણ દેશ કે ક્ષેત્રની સીમા મને બાંધી ન શકે : કલ્પના ચાવલા

મહાનુભાવ : કોઈ પણ દેશ કે ક્ષેત્રની સીમા મને બાંધી ન શકે : કલ્પના ચાવલા

 | 2:57 pm IST

કલ્પના ચાવલાનું નામ સાંભળતાં જ આપણી નજર સામે અવકાશયાનમાં બેઠેલ હસતાં મુખવાળી મહિલાનો ચહેરો તરી આવે છે. કલ્પના આજે આપણી વચ્ચે હયાત નથી પણ અંતરીક્ષ ક્ષેત્રે તેનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. કલ્પનાને બાળપણથી જ હવાઈ કરબતોમાં રસ હતો. કલ્પના પાસે વિમાન અને ગ્લાઇડર પ્રમાણિત ઉડાન નિદેશકની સાથે વિવિધ પ્રકારનાં વિમાન ઉડાડવાનું લાઇસન્સ પણ હતું.

 • કલ્પનાનો જન્મ ૮ જુલાઈ, ૧૯૬૧ના રોજ હરિયાણાના કરનાળા જિલ્લામાં એક વેપારી પરિવારમાં થયો હતો.
 • ભારતને પ્રથમ મહિલા અવકાશયાત્રીનું ગૌરવ કલ્પનાએ જ અપાવ્યું હતું.
 • પ્રાથમિક શિક્ષણ કરનાળાની ટાગોર સ્કૂલમાંથી મેળવ્યાં બાદ કલ્પનાએ પંજાબની એરોનોટિકલ્સ એન્જિનિયરિંગ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
 • ૧૯૮૪માં કલ્પનાએ ટેક્સાસમાંથી એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યાં બાદ કોલોરાડોથી પીએચડીની ડિગ્રી મેળવી હતી.
 • ૧૯૮૮માં કલ્પના નાસામાં જોડાઈ ઘણાં રિસર્ચ હાથ ધર્યાં.
 • ત્યારબાદ કલ્પનાએ અમેરિકાની એમ્સમાં ફ્યૂડ ડાયનેમિક પર કામ કરવાની શરૂઆત કરી.
 • એમ્સમાં સફળતા મળતા તેણે ૧૯૯૩માં કેલિફોર્નિયાની ઓવરસેટ મેથડ ઇન કોર્પોરેશનમાં પ્રોફેસર અને રિસર્ચ વૈજ્ઞાનિકના રૂપમાં કામ કરવાની શરૂઆત કરી.
 • ૧૯૯૪માં નાસાએ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી અને ૧૯૯૫માં તે નાસાના પંદરમા અંતરીક્ષ સમૂહમાં જોડાઈ. એક વર્ષની મહેનત બાદ કલ્પનાને રોબોટિક્સ અંતરીક્ષથી જોડાયેલા ટેકનિકલ વિષય પર કામ કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી.
 • ૧૯૯૬ નવેમ્બરમાં કલ્પનાને મિશન સ્પેશ્યાલિસ્ટનો ભાર સોંપાયો. ૧૯ નવેમ્બરથી ૫ સપ્ટેમ્બર, ૧૯૯૭ સુધી કલ્પનાએ એસટીએસ ૮૭ ઉપર પ્રાઇમ રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ફરજ બજાવી.
 • કલ્પનાની કાર્યનિષ્ઠા તથા કાર્યશૈલીને કારણે તેને સ્પેશિયલ મિશન પર સ્પેશિયલ આર્મ ઓપરેટર બનાવવામાં આવી.
 • પાંચ વર્ષ પછી ફરી કલ્પનાને અંતરીક્ષ મિશન પર મોકલવામાં આવી. ૧૬ દિવસના આ પ્રવાસ દરમિયાન કોલંબિયા યાન દર ૯૦ મિનિટે પૃથ્વીનું એક ચક્કર કાપતું હતું. ૧૬ દિવસની સફર ખેડીને આ યાન જ્યારે પૃથ્વી પર ફરી રહ્યું હતું ત્યારે ૧ ફેબુ્રઆરી, ૨૦૦૩ના ધરતીથી ૬૩ કિલોમીટર દૂર ધડાકા સાથે તૂટીને વિખેરાઈ ગયું.
 • આ દુર્ઘટનામાં કલ્પના ચાવલા સાથે યાનમાં સફર કરતાં તમામ અંતરીક્ષ યાત્રીઓનું મોત થયું. જ્યારે યાનની દુર્ઘટના થઇ ત્યારે યાનની ઝડપ ૨૦ હજાર કિલોમીટર પ્રતિકલાક હતી. યાનનો કાટમાળ અમેરિકાના ટેક્સાસ શહેરમાં પડયો હતો. ભારતીય મહિલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર કલ્પના ચાવલાને અંતરીક્ષ ક્ષેત્રના વિશેષ પ્રદાન બદલ હંમેશાં યાદ કરવામાં આવશે.