મહાનુભાવ : સ્ટિવ ઇરવીન - Sandesh

મહાનુભાવ : સ્ટિવ ઇરવીન

 | 3:02 pm IST

‘ક્રોકોડેલ હન્ટર’થી ઓળખાતા સ્ટિવ ઇરવીનનો જન્મ ૨૨ ફેબ્રુઆરી, ૧૯૬૨ના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં થયો હતો. ટેલિવિઝનની ખૂબ જ પ્રચલિત શ્રેણી ‘ક્રોકોડેલ હન્ટરલ્લમાં હોસ્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર ઇરવીને દુનિયાભરના લોકોની ચાહત મેળવી છે.

 સ્ટિવ અને તેની માતાની જન્મ તારીખ એક જ હતી. તેની માતાનું નામ લેયન તથા પિતાનું બોબ ઇરવીન છે.

 વાઇલ્ડ લાઇફ એક્સ્પર્ટ સ્ટિવે વિજ્ઞાન વિષયક અભ્યાસ કર્યો નહોંતો માત્ર તેનો શોખ અને કુદરતને મદદરૂપ થવાની ઇચ્છાએ તેને આ તરફ વાળ્યો. સ્ટિવના પિતાએ તેના જન્મદિવસ પર એક વાર પાયથન ભેટમાં આપ્યો હતો. બસ, ત્યારથી પ્રાણીઓ પ્રત્યે તેનો લગાવ વધતો ગયો.

હાલમાં ઓસ્ટ્રલિયન ઝૂ તરીકે ઓળખાતા એનિમલ પાર્કમાં જ તેનો ઉછેર થયો છે. જ્યાં તેણે પ્રાણીઓની આદતો અને તેમની જીવનશૈલી વિષે અભ્યાસ કર્યો.

 ૧૯૯૧માં સ્ટિવની મુલાકાત ટેરી રાઇનસ સાથે થઇ. ટેરી પણ સ્ટિવની જેમ જ વન્યજીવોના રક્ષણ માટે કામ કરતી હતી. આ જોડીએ ‘ક્રોકોડેલ હન્ટર’ શોમાં સાથે કામ કર્યું હતું જે દુનિયાના ૨૦૦ દેશમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો.

 સ્ટિવ મગર સાથે રમત કરતો, સાપને પકડતો મગરના મોઢામાં પોતાનું માથું મૂકતો જેવાં અનેક સાહસો તે કરતો રહેતો અને દર્શકો તેને જોવા માટે ટેલિવિઝનની સામે ગોઠવાઇ જતા હતા.

 સ્ટિવ મોટા ભાગે ખાખી શર્ટમાં જ જોવા મળતો. તેના શો દ્બારા અનેક લોકોને પ્રાણીઓની આદતો, વિશેષતા અને જીવનશૈલી વિષે માહિતી મળતી.

 ૪ સપ્ટેમ્બર, ૨૦૦૬ના રોજ સ્ટિવ તેની એક ટેલિવિઝનની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે દરિયામાં સ્ટિંગરે નામની માછલીની ધારદાર ભાલા જેવી પૂંછડીના ઘાથી સ્ટિવનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું.

 ઝેરીલા સાપ અને અજગરોને કાદવવાળી જમીનમાંથી શોધવા, તેમને પકડવા, તેમની સાથે જાણે રમત કરતો હોઇ, ક્રિક ક્રિકની સાથે જ મગરને બોલાવતા સ્ટિવ ઇરવીનને દર્શકો ક્યારેય ભૂલી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન