Exam at the risk of life in Gujarat University @ Ahmedabad
  • Home
  • Ahmedabad
  • ગુજરાત યુનિવર્સિટીમાં જીવના જોખમે પરીક્ષા

ગુજરાત યુનિવર્સિટીમાં જીવના જોખમે પરીક્ષા

 | 1:13 pm IST
  • Share

  • રોલવાલા કમ્પ્યૂટર સેન્ટરમાં વર્ગખંડ જર્જરિત હાલતમાં

  • વિદ્યાર્થી સેના દ્વારા ન્યાયિક તપાસની માગ કરાઈ

ગુજરાત યુનિવર્સિટીમાં જીવના જોખમે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. જેમાં રોલવાલા કમ્પ્યૂટર સેન્ટરમાં વર્ગખંડ જર્જરિત હાલતમાં છે. તેથી વિદ્યાર્થીઓ જીવના જોખમે પરીક્ષા આપવા મજબૂર બન્યા છે. જેમાં 3 વર્ષ અગાઉ રિનોવેશન કરાયું હોવા છતાં ફરી જર્જરિત હાલમાં વર્ગખંડ થઇ ગયો છે.

છતોમાંથી ગમે તે સમયે પોપડા ખરી પડે એવી સ્થિતિ

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાંથી તથા દેશના વિવિધ શહેરમાંથી પણ અભ્યાસ માટે આવે છે. તેવામાં પરીક્ષા જર્જરિત વર્ગમાં બેસીને આપવા વિદ્યાર્થીઓ મજબૂર થતાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી રોલવાલા કમ્પ્યુટર સેન્ટરમાં તૂટેલી છત નીચે બેસીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જે વર્ગમાં બેસીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે તેની છતોમાંથી ગમે તે સમયે પોપડા ખરી પડે એવી સ્થિતિ છે. છતાં તંત્ર તથા ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓને કોઇ પણ જાતની ફિકર નથી.

કામગીરીઓ અને ખર્ચ પર સવાલ ઉભા થયા

યુનિવર્સિટી કેમ્પસમાં ત્રણ વર્ષ પહેલાં જ રોલવાલા કમ્પ્યુટર સેન્ટરનું રીનોવેશન કરાયું હતું. પણ આજે ફરી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા વર્ગખંડ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો. તેની વિદ્યાથીઓ ભયના ઓથાર હેઠળ પરીક્ષા આપી રહ્યાં છે. તથા વિદ્યાર્થી સેના દ્વારા ન્યાયિક તપાસની માગ કરાઈ છે. તેમજ જર્જરિત બિલ્ડિંગના રીનોવેશન માટે લાખોનો ખર્ચ કરવા છતાં અનેક કામગીરીઓ અને ખર્ચ પર સવાલ ઉભા થયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો