પરીક્ષાનો ડર લાગે છે? તો આ પાંચ શસ્ત્રો વડે તેનો મુકાબલો કરો - Sandesh
  • Home
  • Kids Corner
  • પરીક્ષાનો ડર લાગે છે? તો આ પાંચ શસ્ત્રો વડે તેનો મુકાબલો કરો

પરીક્ષાનો ડર લાગે છે? તો આ પાંચ શસ્ત્રો વડે તેનો મુકાબલો કરો

 | 12:07 am IST

તમને પરીક્ષાનો ડર લાગે છે? ડોન્ટ વરી. આ ડર સાથે પનારો પાડવાના કેટલાક સચોટ રસ્તાઓ જાણી લો. સોની બીબીસી અર્થના ટ્રસ્ટ મી આઈ એમ અ ડોક્ટર નામના આ શોમાં આ રસ્તા ચીંધવામાં આવ્યા છે. આ છે એ રસ્તાઓ…

દિલથી હસો

હાસ્ય ખરેખર દવાની ગરજ સારે છે, કારણ કે માણસ જ્યારે દિલથી હસે છે ત્યારે તેના શરીરમાં કુદરતી એન્ટિ-ડિપ્રેસન્ટ (હતાશાનાશક) એવા એન્ડોર્ફિન્સ રિલીઝ થાય છે. એનાથી મૂડ સુધરે છે.

તમને ખબર છે? જો તમે પેટ હલે એ રીતે ૧૦ મિનિટ સુધી હસો તો તેનાથી તમારી ધડકન તેજ બને છે, ફ્ફ્સાં જોશભેર કામ કરવા લાગે છે અને પરસેવો વળે છે. ટૂંકમાં, કસરત જેવા લાભ થાય છે.

મોજથી જમો

આપણો મૂડ સારો રાખવામાં સેરોટોનિન અને ડોપામાઇન નામના બે રસાયણો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ રસાયણો છેવટે તો ખોરાકમાંથી બને છે. એટલે કઠોળ, મસૂર અને ક્વિનોઆ ખાવાથી સેરોટોનિન અને ડોપામાઈન બનાવવા માટે જરૂરી પ્રોટીન્સ શરીરને મળી રહે છે.

તમને ખબર છે? જંક ફૂડ આપણને સૌને બહુ ભાવે, પરંતુ એમાં સમસ્યા એ છે કે એ ખાવાથી શરીરમાં ઘડીકમાં શુગર બહુ વધી જાય છે અને પછી બહુ ઘટી જાય છે. લાંબા ગાળે આ પેટર્ન આપણા મૂડને જાળવનારા માનસિક રસાયણોની રિધમ ખોરવી નાખે છે, એવું સંશોધનોમાં જોવા મળ્યું છે.

પૂરતી અને સારી ઊંઘ

ઓછી ઊંઘ આપણને ચીડિયા અને તોછડા બનાવે છે. પૂરતી ઊંઘના અભાવને લીધે બેચેની, હતાશા અને તણાવ વધે છે. અમુક કિસ્સામાં ચિત્તભ્રમ અને વાતે વાતે શંકા થવી, એવાં લક્ષણો પણ જોવાં મળી શકે. માટે, સળંગ અમુક દિવસો સુધી પૂરતી ઊંઘ ન થાય એવું ન બને તેનું ખાસ ધ્યાન રાખવું.

તમને ખબર છે? દિવસે કસરત કરવાથી, સૂવાના એકાદ કલાક પહેલાંથી ટીવી-મોબાઈલ જોવાનું બંધ કરવાથી અને અમસ્તા (ઊંઘ્યા વિના) પથારીમાં પડયા રહેવાની ટેવ છોડવાથી ઊંઘ સારી આવે છે.

પરસેવો પાડો

સુખદ અનુભૂતિ કરાવતાં એન્ડોર્ફિન્સ હોર્મોન્સના સ્રાવમાં કસરત મદદરૂપ બને છે. આમાં, તમે કેટલી નહીં, કેવી કસરત કરો છો તે મહત્ત્વનું છે. નકારાત્મકતાથી બચવું હોય તો એવી કસરતો કરો જેમાં તમારે વર્તમાન પળમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે. હાથ-પગ-શરીરની હિલચાલના મામલે સભાન રહેવું પડે એવી કસરત આપણને સમસ્યાઓને ભૂલવામાં અને વર્તમાન પળની હળવાશ માણવામાં મદદ કરે છે.

તમને ખબર છે? ઉપર નોંધેલા લાભ ડાન્સ કરવાથી પણ મળી શકે, કારણ કે ડાન્સ કરતી વખતે આપણે શરીરની હિલચાલ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે.

કામમાં મજા આવવી જોઈએ

બગીચામાં કામ કરવું, યોગ, માઇન્ડફુલનેસ (મગજને નકારાત્મક વિચારોની જાળમાંથી છોડાવીને વર્તમાન પળમાં કેન્દ્રિત કરવામાં મદદ કરતો મેડિટેશનનો એક પ્રકાર)… આ બધું જ આપણને સ્ટ્રેસમાંથી મુક્ત થવામાં ઉપયોગી છે. રસપ્રદ વાત છે કે આ બધું તમે કરો ત્યારે તમને એમાં મજા આવે છે કે નહીં તેનાથી બહુ મોટો ફ્રક પડે છે. મજા આવે તો વધુ લાભ થાય.

તમને ખબર છે? પ્રાકૃતિક સૌંદર્ય માણવાથી કે વિજ્ઞાન, કુદરત, વન્યજીવન અને સાહસ વિશેની પ્રેરક સામગ્રી વાંચવાથી મૂડ સુધરી શકે છે.

તંદુરસ્ત હૃદય અને તંદુરસ્ત શરીર એ સફ્ળ જીવનની ચાવી છે. સોની બીબીસી અર્થ પરનો ‘ટ્રસ્ટ મી આઇ એમ અ ડોક્ટર’ નામનો શો તંદુરસ્ત જીવન માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે.

  • Special Feature

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન