મહાનુભાવ : માનવીય કમ્પ્યૂટર શકુંતલા દેવી - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Featured
 • મહાનુભાવ : માનવીય કમ્પ્યૂટર શકુંતલા દેવી

મહાનુભાવ : માનવીય કમ્પ્યૂટર શકુંતલા દેવી

 | 6:51 pm IST

આપણને કોઈ બે દિવસ પહેલાંની વાત પૂછે તોપણ તે યાદ કરતાં વાર લાગે છે, તો કમ્પ્યૂટરની બરાબરી કરવાની કલ્પના તો અઘરી જ છે પણ અશક્ય નથી, કેમ કે એવી વ્યક્તિ પણ છે કે જે કમ્પ્યૂટરને પણ ટક્કર આપી શકે છે. કુદરતે કાળા માથાના માનવીને દુનિયાની બીજી બધી પ્રજાતિ કરતાં અનેક રીતે વધુ શક્તિશાળી બનાવ્યા છે. માનવીને તો મગજ આપીને જ કુદરતે કમાલ કરી છે. શકુંતલા દેવી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શકુંતલા દેવી ભારતનાં જાણીતાં લેખિકા છે. તેમની ગણિત પર અસાધારણ પકડ હતી. તેઓ આંખના પલકારામાં ગણિતના કોયડાનો ઉકેલ લાવી દેતાં. શકુંતલા દેવીને માનવ કમ્પ્યૂટરની ઉપમા આપવામાં આવી હતી.

 • ગણિતના અઘરા અને અટપટા દાખલા અને કોયડાને પળવારમાં સુલઝાવવા માટે 1982માં તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ કરવામાં આવ્યું.
 • શકુંતલા દેવીનો જન્મ 4 નવેમ્બર, 1929માં બેંગલોર ખાતે એક રૂઢિચુસ્ત કુટુંબમાં થયો હતો.
 • તેમના પિતાને શકુંતલા દેવી ચર્ચમાં પાદરી બને તે જરા પણ પસંદ ન હતું, આથી તેઓ સર્કસમાં જોડાયાં.
 • શકુંતલા દેવી માત્ર 3 વર્ષનાં હતાં ત્યારે જ તેમના પિતાને તેમની ક્ષમતા અંગે ખ્યાલ આવી ગયો હતો. તેમની યાદ રાખવાની ક્ષમતા ખૂબ જ સારી હતી. સામાન્ય બાળક કરતાં તેમને ઝડપથી યાદ રહી જતું હતું. તેમના પિતાએ તેમને સર્કસમાં કામ કરાવવાનું મૂકાવી રોડ શો શરૂ કર્યો જેમાં તેમની અસામાન્ય ક્ષમતાને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો.
 • છ વર્ષની નાની ઉંમરે તો તેમણે મૈસુરની યુનિવર્સિટીમાં તેમની આ આવડતનું પ્રદર્શન પણ કર્યું હતું.
 • 1944માં તેઓ તેમના પિતા સાથે લંડન ગયાં.
 • 1960માં તેમણે કલકત્તાના ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન ઓફિસર પ્રીતેશ બેનર્જી સાથે લગ્ન કર્યાં.
 • તેમની ક્ષમતાને દુનિયાના લોકો સુધી પહોંચાડવા માટે તેમણે વર્લ્ડ ટૂર પણ કરી છે. તેમણે 27 સપ્ટેમ્બર, 1973ના રોજ બીબીસીના નેશનલ વાઇડ પ્રોગ્રામમાં ફેમસ હોસ્ટ બોબ વિલિંગ સાથે આખા વિશ્વ સમક્ષ તેમની પ્રતિભા ઝલકાવી હતી, જેમાં તેમણે 23 રૂટના 201 આંકડાનો જવાબ માત્ર 50 સેકન્ડમાં કરી આપ્યો હતો. અચરજ પમાડતી વાત તો એ છે કે એજ રૂટની ગણતરી કરવામાં કમ્પ્યૂટરે 62 સેકન્ડ લીધી હતી.
 • શકુંતલા દેવીએ ગણિત વિષય પર ઘણાં બધાં પુસ્તકો પણ લખ્યાં છે.
 • શકુંતલા દેવીને 1969માં યુનિવર્સિટી ઓફ ફિલિપાઇન્સ તરફથી સુવર્ણચંદ્રક અને વર્ષની નામાંકિત સ્ત્રીનો ખિતાબ મળ્યો હતો.
 • 1988માં તેમને વોશિંગ્ટન ડી.સી.માં ભારતીય એમ્બેસેડરના હસ્તકે રામાનુજ મેથમેટિકલ જિનિયસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
 • 1995માં તેમનું નામ જિનિયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમની અસાધારણ ક્ષમતાને કારણે દર્જ કરવામાં આવ્યું હતું.
 • 2013માં તેમના મૃત્યુના એક મહિના પહેલાં જ તેમને લાઇફટાઇમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
 • તેમનું મૃત્યુ 21 એપ્રિલ 2013ના રોજ 83 વર્ષની ઉંમરે બેંગલોર ખાતે થયું હતું.