મહાનુભાવ : માનવીય કમ્પ્યૂટર શકુંતલા દેવી - Sandesh
  • Home
  • Kids Corner
  • મહાનુભાવ : માનવીય કમ્પ્યૂટર શકુંતલા દેવી

મહાનુભાવ : માનવીય કમ્પ્યૂટર શકુંતલા દેવી

 | 3:47 pm IST

આ પણને કોઈ બે દિવસ પહેલાંની વાત પૂછે તોપણ તે યાદ કરતાં વાર લાગે છે, તો કમ્પ્યૂટરની બરાબરી કરવાની કલ્પના તો અઘરી જ છે પણ અશક્ય નથી, કેમ કે એવી વ્યક્તિ પણ છે કે જે કમ્પ્યૂટરને પણ ટક્કર આપી શકે છે. કુદરતે કાળા માથાના માનવીને દુનિયાની બીજી બધી પ્રજાતિ કરતાં અનેક રીતે વધુ શક્તિશાળી બનાવ્યા છે. માનવીને તો મગજ આપીને જ કુદરતે કમાલ કરી છે. શકુંતલા દેવી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શકુંતલા દેવી ભારતનાં જાણીતાં લેખિકા છે. તેમની ગણિત પર અસાધારણ પકડ હતી. તેઓ આંખના પલકારામાં ગણિતના કોયડાનો ઉકેલ લાવી દેતાં. શકુંતલા દેવીને માનવ કમ્પ્યૂટરની ઉપમા આપવામાં આવી હતી.

  • ગણિતના અઘરા અને અટપટા દાખલા અને કોયડાને પળવારમાં સુલઝાવવા માટે ૧૯૮૨માં તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ કરવામાં આવ્યું.
  • શકુંંતલા દેવીનો જન્મ ૪ નવેમ્બર, ૧૯૨૯માં બેંગલોર ખાતે એક રૂઢિચુસ્ત કુટુંબમાં થયો હતો.
  • તેમના પિતાને શકુંતલા દેવી ચર્ચમાં પાદરી બને તે જરા પણ પસંદ ન હતું, આથી તેઓ સર્કસમાં જોડાયાં.
  • શકુંંતલા દેવી માત્ર ૩ વર્ષનાં હતાં ત્યારે જ તેમના પિતાને તેમની ક્ષમતા અંગે ખ્યાલ આવી ગયો હતો. તેમની યાદ રાખવાની ક્ષમતા ખૂબ જ સારી હતી. સામાન્ય બાળક કરતાં તેમને ઝડપથી યાદ રહી જતું હતું. તેમના પિતાએ તેમને સર્કસમાં કામ કરાવવાનું મૂકાવી રોડ શો શરૂ કર્યો જેમાં તેમની અસામાન્ય ક્ષમતાને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો.
  • છ વર્ષની નાની ઉંમરે તો તેમણે મૈસુરની યુનિવર્સિટીમાં તેમની આ આવડતનું પ્રદર્શન પણ કર્યું હતું.
  • ૧૯૪૪માં તેઓ તેમના પિતા સાથે લંડન ગયાં.
  • ૧૯૬૦માં તેમણે કલકત્તાના ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન ઓફિસર પ્રીતેશ બેનર્જી સાથે લગ્ન કર્યાં.
  • તેમની ક્ષમતાને દુનિયાના લોકો સુધી પહોંચાડવા માટે તેમણે વર્લ્ડ ટૂર પણ કરી છે. તેમણે ૨૭ સપ્ટેમ્બર, ૧૯૭૩ના રોજ બીબીસીના નેશનલ વાઇડ પ્રોગ્રામમાં ફેમસ હોસ્ટ બોબ વિલિંગ સાથે આખા વિશ્વ સમક્ષ તેમની પ્રતિભા ઝલકાવી હતી, જેમાં તેમણે ૨૩ રૂટના ૨૦૧ આંકડાનો જવાબ માત્ર ૫૦ સેકન્ડમાં કરી આપ્યો હતો. અચરજ પમાડતી વાત તો એ છે કે એજ રૂટની ગણતરી કરવામાં કમ્પ્યૂટરે ૬૨ સેકન્ડ લીધી હતી.
  • શકુંતલા દેવીએ ગણિત વિષય પર ઘણાં બધાં પુસ્તકો પણ લખ્યાં છે.
  • શકુંતલા દેવીને ૧૯૬૯માં યુનિવર્સિટી ઓફ ફિલિપાઇન્સ તરફથી સુવર્ણચંદ્રક અને વર્ષની નામાંકિત સ્ત્રીનો ખિતાબ મળ્યો હતો.
  • ૧૯૮૮માં તેમને વોશિંગ્ટન ડી.સી.માં ભારતીય એમ્બેસેડરના હસ્તકે રામાનુજ મેથમેટિકલ જિનિયસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
  • ૧૯૯૫માં તેમનું નામ જિનિયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમની અસાધારણ ક્ષમતાને કારણે દર્જ કરવામાં આવ્યું હતું.
  • ૨૦૧૩માં તેમના મૃત્યુના એક મહિના પહેલાં જ તેમને લાઇફટાઇમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
  • તેમનું મૃત્યુ ૨૧ એપ્રિલ ૨૦૧૩ના રોજ ૮૩ વર્ષની ઉંમરે બેંગલોર ખાતે થયું હતું.