મહાનુભાવ : સઆદત હસન મન્ટો - Sandesh
 • Home
 • Featured
 • મહાનુભાવ : સઆદત હસન મન્ટો

મહાનુભાવ : સઆદત હસન મન્ટો

 | 7:25 am IST

 • સઆદત હસન મન્ટો બ્રિટિશ-ઇન્ડિયન ઉર્દુ સાહિત્યકાર હતા. તેમણે તેમના જીવન દરમિયાન અનેક ટૂંકી વાર્તા, ઉપન્યાસ, રેડિયો નાટક જેવાં વિવિધ સાહિત્યનાં ક્ષેત્રોમાં અનન્ય પ્રદાન આપેલ છે.
 • મન્ટોનો જન્મ ૧૧ મે, ૧૯૧૨ના રોજ ભારતનાં પંજાબનાં લુધિયાણા શહેરમાં કાશ્મીરી મુસ્લિમ પરિવારમાં થયો. તેઓ પાકિસ્તાની અભિનેત્રી આયશા ઝલાલના ભત્રીજા હતા.
 • તેમણે પ્રાથમિક અભ્યાસ અમૃતસરમાં આવેલી મુસ્લિમ હાઈસ્કૂલમાંથી કર્યો હતો. તેઓ સ્કૂલના દિવસોથી સાહિત્ય પ્રત્યે રસ ધરાવતા હતા. તેમને પુસ્તકોમાં બહુ રસ નહોંતો. તેમને અંગ્રેજી નોવેલ વાંચવી ગમતી હતી.
 • ૧૯૩૧માં મન્ટોએ તેમનું હાયર એજ્યુકેશન મેળવવા અમૃતસરની હિન્દુ સભા સ્કૂલમાં એડમિશન મેળવ્યું. તે સમયે ભારતમાં આઝાદીની ચળવળ ચાલી રહી હતી. જલિયાંવાલા બાગમાં થયેલ માનવસંહાર મન્ટોને ઘણી રીતે અસર કરી ગયો. જેનું રિફ્લેક્શન તેમણે શબ્દમાં ઝીલ્યું અને પહેલી વાર્તા ‘તમાશા’નું સર્જન થયું, જે જલિયાંવાલા બાગમાં બનેલ ઘટના પર આધારિત હતી.
 • ૧૯૩૨માં મન્ટોના પિતાનું અકાળે અવસાન થયું ત્યારે તેમની ઉંમર માત્ર એકવીસ વર્ષની જ હતી. તેમના પર ઘર-પરિવારની જવાબદારી આવતા તેઓ વધુ પરિપક્વ બન્યા. આ સમયગાળાએ તેમના જીવનની કાયાપલટ કરી નાખી. તેમની મુલાકાત અમૃતસરના જાણીતા લેખક અને વિદ્વાન અબ્દુલ બારિ અલીગ સાથે થઇ. તેમણે મન્ટોને કહ્યું કે તારી અંદર છુપાયેલ સાચી વ્યક્તિને તું ઓળખ. અબ્દુલ બારિ અલીગ મન્ટોમાં છુપાયેલ સાચા લેખકને જાણી ગયા હતા. તેમણે મન્ટોને રશિયન અને ફ્રેન્ચ લેખકોના સાહિત્યને વાંચવાની સલાહ આપી.
 • મન્ટોની લખાણ પરની પકડ તેમની પસંદગી વડે જ ખબર પડી જતી. તેમણે ખૂબ નાની વયે સાહિત્યકાર વિક્ટર હ્યુગોની રચના ‘ધ લાસ્ટ ડે ઓફ કોન્ડેમન્ડ મેન’નું ઉર્દુમાં ભાષાંતર કર્યું. તેના થોડા વખત બાદ તેમણે લુધિયાણાના અખબારી જગતમાં ઝંપલાવ્યું અને મસાવત નામના અખબારમાં સંપાદકની ટીમમાં જોડાયા.
 • ૧૯૩૪માં તેમણે ઓસ્કાર વાઇલ્ડની રચનાનું ભાષાંતર કર્યું. રેડિયો માટે નાટકો લખ્યાં. અનેક નવલકથા લખી અને અંગ્રેજી ભાષાની મહાન સાહિત્ય સર્જકોની કૃતિનો અનુવાદ પણ કર્યો. સાથે જ નિબંધ સંગ્રહ, બાવીસ જેટલી ટૂંકી વાર્તાનો સંગ્રહ પણ લખ્યો છે. તેમણે ફિલ્મો માટે પણ કામ કર્યું છે.
 • તેમના જીવનકાળમાં તેમણે લખેલ બૂ, ખોલ દો, ઠંડા ગોસ્ત અને તૌબા તેક સિંઘ જેવી ટૂંકી વાર્તા ઉર્દુ સાહિત્યનો ઉત્તમ નમૂનો છે.