મહાનુભાવ : શબ્દોના જાદુગર વિજયન - Sandesh
  • Home
  • Kids Corner
  • મહાનુભાવ : શબ્દોના જાદુગર વિજયન

મહાનુભાવ : શબ્દોના જાદુગર વિજયન

 | 3:28 pm IST

બાળદોસ્તો, આજે અમે તમને જે મહાનુભાવ સાથે પરિચય કરાવીશું તે બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતી. જેઓએ નોવેલિસ્ટ, શોર્ટ સ્ટોરી રાઇટર, કાર્ટૂનિસ્ટ અને જર્નાલિસ્ટ તરીકે સફળ ભૂમિકા ભજવી હતી. મલયાલમ  સાહિત્યને આધુનિકતાનો ઓપ આપનાર ઓટુપુલાકલ વેલુકુટ્ટી વિજયન વિશે વધુમાં જાણીએ.

  • ઓટુપુલાકલ વેલુકુટ્ટી વિજયન આધુનિક મલયાલમ સાહિત્યની મહત્ત્વપૂર્ણ કડી સમાન હતા. તેમણે તેમના સાહિત્યમાં સામાજિક પ્રશ્નોને પ્રાધાન્ય આપ્યું હતું. તેમની અનેક નોંધનીય કૃતિનું ઇંગ્લિશ ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે.
  • ઓટુપુલાકલ વેલુકુટ્ટી વિજયનનો જન્મ જુલાઈમાં ૧૯૩૦માં મદ્રાસના પક્કડ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ વેલુકુટ્ટી હતું. તેઓે પોલીસ ઓફિસર હતા. તેમની બહેન પણ મલાયમ ભાષાની ખ્યાતનામ કવયિત્રી હતાં.
  • તેમણે છ નોવેલ લખી હતી તેમાંથી ‘ખાસકિનટટ ઇતિહાસમ’ તેમની ફેમશ નોવેલ છે, જેણે તેમને એક સફળ નોવેલિસ્ટ તરીકે સાહિત્ય જગતમાં સ્થાપિત કર્યા. આ સિવાય
  • તેમણે નવ શોર્ટ સ્ટોરીના સંગ્રહ અને નવ નિબંધસંગ્રહ, મલયાલમ સાહિત્ય જગતને આપ્યા. તેમજ તેમણે કાર્ટૂનિસ્ટ તરીકે પણ નોંધનીય સેવા આપી છે. તેઓ એક પરફેક્ટ પોલિટિકલ કાર્ટૂનિસ્ટ હતાં. તેમણે સ્ટેટસ મેનથી માંડીને ઇસ્ટર્ન ઇકોનોમિક રિવ્યૂ એમ બહુ બધાં પબ્લિકેશન સાથે કામ કર્યું હતું.
  • વિજયનનો પ્રારંભિક અને હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કોટ્ટાક્કાઈ મલબારમાં થયો. ત્યારબાદ તેમના પિતાની બદલી પાલાક્કાદમાં થતાં તેમણે પાલાક્કાદમાં કોડીવયુરમાં અધૂરો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી પાલાક્કાદની વિક્ટોરિયન કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું. માસ્ટર ડિગ્રી કલકત્તાની વેક્ટોરિયન કોલેજમાંથી મેળવી.
  • સાહિત્યમાં આપેલા મહામૂલા યોગદાન બદલ તેમને કેન્દ્ર સાહિત્ય અકાદમી એવોર્ડ, પદ્મભૂષણ, કેરેલા સાહિત્ય અકાદમી એવોર્ડ, વાયાલાર એવોર્ડ, મટ્ટથુ વાર્કેય એવોર્ડ, મઠરુ ભૂમિ સાહિત્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • પાર્કિન્સન્સની બહુ લાંબી બીમારી બાદ ૩૦ માર્ચ, ૨૦૦૫માં હૈદરાબાદની ભૂમિ પર ૭૫ વર્ષની વયે તેમનો દેહવિલય થયો.