exclusive pics of worlds highest railway bridge over chenab river
  • Home
  • Featured
  • દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજની તસવીરો વાયરલ, ધરતી પરથી દેખાઈ છે અર્ધચંદ્ર જેવો

દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજની તસવીરો વાયરલ, ધરતી પરથી દેખાઈ છે અર્ધચંદ્ર જેવો

 | 7:00 pm IST

ચિનાબ નદી ઉપર રેલ્વે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેની હાલની તસવીરો વાયરલ થઈ રહી છે. આ પુલ જમીન પરથી અર્ધ ચંદ્ર જેવો દેખાઈ છે. જો કે હવે તે પોતાના આકારમાં દેખાવા લાગ્યો છે. ચિનાબ રેલ્વે બ્રિજ આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. ચિનાબ નદીનો આર્ચ બ્રિજ કલાકના 260 કિલોમીટર સુધીના પવનોનો સામનો કરી શકે છે. 1250 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા આ પુલને સુરક્ષિત કરવા ડીઆરડીઓ સાથે મળીને તેને કોઈ ધમાકો ન થાય તેની પણ સુરક્ષા કરવામાં આવી રહી છે.

1315 મીટર લાંબા આ વિશાળ પુલ પર આતંકવાદી હુમલોની કોઈ અસર નહીં થાય. આ માટે ભારતીય રેલ્વેએ દેશ અને વિશ્વની તમામ એજન્સીઓની મદદ લીધી છે. આ બ્રિજ ઉપર કમાન બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ચિનાબ પુલ 2021 ના ​​અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ બ્રિજની ઉંચાઈ 120 માળની ઈમારત જેવડો દેખાઈ છે. આ પુલ ભારતીય રેલ્વેની ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંકનો એક ભાગ છે. તો જુઓ અહીં આ તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન