કસરતથી વહેલાં મૃત્યુનું જોખમ ઘટી શકે : સંશોધન - Sandesh
  • Home
  • Health & Fitness
  • કસરતથી વહેલાં મૃત્યુનું જોખમ ઘટી શકે : સંશોધન

કસરતથી વહેલાં મૃત્યુનું જોખમ ઘટી શકે : સંશોધન

 | 7:44 am IST

કસરતની વાત કરીએ તો તે કરવામાં ક્યારેય મોડું થઈ ગયાનું માનવું નહીં. ૬૦ વર્ષે પણ કસરત કરવાનું શરૂ કરતો લાભ તો યુવાવસ્થાથી કસરત કરતા હોય એટલો જ મળે ! ખાસ કરીને કસરત કરવાથી વહેલાં મૃત્યુનું જોખમ ઘટી શકે છે.  એ પણ ખરું કે આધેડ વયે જેઓ કસરત શરૂ કરે તેના માથે જેટલું મૃત્યુનું જોખમ હોય છે એટલું જ જોખમ ટીનએજથી કસરત કરનારાઓના માથે પણ હોય છે.

જો કે એ પણ એટલું જ સાચું કે, વધુ વયે જિમ શરૂ કરનારાઓને લાંબા સમયથી જિમમાં કસરત કરનારાઓ જેટલો જ સ્વાસ્થ્ય લાભ મળે છે.  જેઓ ૪૦થી ૬૧ વર્ષના હોય અને તેમને અઠવાડિયાના હિસાબે કસરત કરવાનું શરૂ કરે તો તેમના માથેથી ૧૬થી ૪૩ ટકા મોતનું જોખમ ઘટતું હોવાનું JAMA નેટવર્ક ઓપનમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું છે.

જો કે જેઓ પુખ્તવયે કસરત કરવાનું શરૂ કરે પણ પાછળથી કસરત છોડી દે તો તેણે મેળવેલા તમામ સ્વાસ્થ્ય લાભ ગુમાવી દે છે !  શારીરિક પ્રવૃત્તિના મૃત્યુ સામે થતાં લાભ અંગેના મોટા ભાગના પુરાવા આપતો અભ્યાસ મધ્ય વયના લોકોએ કોઈ તબક્કે કરેલી શારીરિક પ્રવૃત્તિની અસર પર આધારિત રહ્યો છે.

અત્યાર સુધી જીવનના જુદા જુદા તબક્કે કસરતના કેવા લાભ થાય છે, એ અંગે કોઈ અભ્યાસ થયો નથી.  પરંતુ જે અભ્યાસ થયો છે, તેનાથી એટલું ચોક્કસ પુરવાર થયું છે કે કસરત કરવાથી તમને સ્વાસ્થ્યમાં અચૂક લાભ થાય છે. ખાસ કરીને શરીર પરિશ્રમ કરતું હોય કે સક્રિય રહેતું હોય તેના કારણે સ્વાસ્થ્યના લાભ થતાં હોય છે. વળી સક્રિય રહેવાથી મગજ પણ ગૂંથાયેલું રહેતું હોવાથી તેની સારી અસર પણ પડે છે.

અભ્યાસ શું થયો ?

  • ૧૯૯૫થી ૧૯૯૬માં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ એએઆરપી ડાયટ એન્ડ હેલ્થ અભ્યાસ થકી મળેલા ડેટાનો ઉપયોગ કરી અભ્યાસ કરાયો હતો.
  • આ અભ્યાસમાં ૩,૧૫,૦૦૦થી વધુ લોકોએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો, જેમાં ૫૮.૨ ટકા લોકો પુરુષ હતા. અભ્યાસમાં ભાગ લેનારાઓની વય ૫૦થી ૭૧ વર્ષની હતી.
  • આ અભ્યાસ દરમિયાન ૭૧,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં, તેમાંથી ૨૨,૨૧૯નાં મોત કાર્ડિયોવસ્ક્યુલર રોગથી તો ૧૬,૩૮૮નાં મોત કેન્સરને કારણે થયાં હતાં.
  • ૮૦ ટકા પુખ્ત અમેરિકનો જેટલી કરવી જોઈએ એટલી કસરત કરતા નથી.
  • જેઓ સક્રિય છે, તેઓ મેદસ્વિતા, હૃદય રોગ અને અન્ય આરોગ્ય લક્ષી જોખમ ઘટાડે છે.
  • તમે ગમે તે વયે કસરત કરો તો તેના લાભ મળે જ છે, પરંતુ કસરત છોડી દો એટલે તેના લાભ પણ મળતા બંધ થાય છે.

અઠવાડિયે ૧૫૦ મિનિટ હળવી કસરત કરવાથી મળતા લાભ

નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટના ડો. પેડ્રો સેઇન્ટ મૌરાઇસ કહે છે કે, નેશનલ ગાઇડલાઇન્સ ફોર એરોબિક ફિઝિકલ એક્ટિવિટીની ભલામણ મુજબ પુખ્ત વયની વ્યક્તિએ અઠવાડિયે ૧૫૦ મિનિટ હળવી એરોબેટિક કસરત કે ૭૫ મિનિટ સઘન કસરત કે તેના જેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. જો આટલી શારીરિક પ્રવૃત્તિ કરો તો તમને વિવિધ લાભ મળશે. ૧. તમામ કારણોમાં રાહત આપે છે.  ૨. કાર્ડિયોવસ્ક્યુલર રોગ સબંધિત બાબતો. ૩. કેન્સર સબંધિત મૃત્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન