પ્રેગનન્સી સમયે કસરત કરવાથી થાય છે અનેક લાભ, જાણો તમે પણ

77

સગર્ભા સમયની કેટલીક તકલીફને રોકવામાં નિયમિત કસરત ખૂબ જ લાભદાયી બને છે. ટુંકા ગાળામાં માતા બનવા જઇ રહેલી મહિલાઓ માટે નવા અભ્યાસમાં કેટલીક ઉપયોગી ટિપ્સ આપવામાં આવી છે. નિષ્ણાંતોને આવરી લઇને હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, સતત શારરિક પ્રવૃતિઓ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ તેમજ કેલોરિક નિયંત્રણ સગર્ભાવસ્થા દરમિયાનની અનેક તકલીફને દૂર કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે.

આ નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રથમ વખત માતા બનવા જઇ રહેલી મહિલાઓને અનેક બાબતો તરફ ધ્યાન આપવુ જોઇએ. અમેરિકામાં તાજેતરમાં આ સંબંધમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક મહત્વપૂર્ણ બાબતો સામે આવી હતી.

આ સાથે અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, સગર્ભા સમયે હાઇપર ટેન્શન અને ડાયાબિટીસને રોકવામાં પણ કસરત ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અભ્યાસના ભાગરૂપે મહિલાઓને જુદા જુદા વર્ગમાં રાખવામાં આવી હતી અને તેમની તમામ પ્રકારની પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવતી હતી. આ સાથે તેમના જરૂરી મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. અંતે જાણવા મળ્યું કે, નિયમિત કરસત સગર્ભા મહિલાઓને ઘણી તકલીફથી દુર રાખે છે.