Exercise of the case: Instruction from above to show only one tenth of the cases of Corona in Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કેસની કસરત: ગુજરાતના જિલ્લાસ્તરે કોરોનાના કેસ દસમાં ભાગના જ દેખાડવા ‘ઉપરથી’ સૂચના

કેસની કસરત: ગુજરાતના જિલ્લાસ્તરે કોરોનાના કેસ દસમાં ભાગના જ દેખાડવા ‘ઉપરથી’ સૂચના

 | 7:12 am IST
  • Share

કોરોનાએ સમગ્ર રાજ્યને તેના અજગરભરડામાં લઈને મહાસંકટ પેદા કર્યુ છે. ત્યારે બીજી તરફ જિલ્લાઓમાં કોરોનાના કેસોની સંખ્યા દસમાં ભાગની જ દેખાડવાની સુચના આવી હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાના કુલ જેટલા કેસ આવે છે એટલા કેસ તો એક-એક ગામમાંથી મળી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલોમાં આવતા કોરોના કેસો નોંધવાનું પણ માંડી વાળવામાં આવ્યું હોય તેમ જાણવા મળે છે.

સરકારે જિલ્લાઓમાં કોરોનાના કેસોની સંખ્યા દસમાં ભાગની જ દેખાડવા બિનઅધિકૃત રીતે સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે. નામ ન જાહેર કરવાની શરતે જિલ્લાના કેટલાક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કોરોનાનો રાફડો ફાંટયો છે. નાના ગામોમાં પાંચથી લઈને વીસ કેસ અને મોટા ગામોમાં ૪૦-પ૦ કેસ ગામદિઠ નોંધાઈ રહ્યાં છે.

આમ છતાં ઉપરથી સુચના છે કે જેટલા કેસો મળે તેના દસેક ટકા જેવા કેસ જ સરકારી ચોપડે નોંધવા. સરકારી ચોપડે આખા જિલ્લાના જેટલા કેસો દેખાડાય છે તેટલા કેસ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના એક-એક ગામમાં જોવા મળી રહ્યાં છે. બુધવારે સરકારે રાજકોટ જિલ્લામાં ૯પ, જામનગર જિલ્લામાં ૭૯, કચ્છ જિલ્લામાં ૩૮, મોરબી જિલ્લામાં ૩૧, જૂનાગઢ જિલ્લામાં રર, અમરેલી જિલ્લામાં ર૦ કેસ દેખાડયાં છ. જો આ જિલ્લાના ગામોમાં જઈને હકિકત તપાસવામાં આવે તો એક-એક ગામમાંથી રપ-પ૦ કેસ મળી આવે તેમ છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે કોઈને પણ તાવ, શરદી કે ઉધરસ થાય તો ખાનગી હોસ્પિટલમાં જઈને ટેસ્ટ કરાવી લે છે. જો તેમાં કોરોના પોઝિટિવ કેસ આવે તો તેની સરકારી ચોપડે કોઈ નોંધણી થતી નથી. આ હકિકતની અમને જાણ હોવા છતાં ઉપરની સુચનાના કારણે અમે આવા કેસ ધ્યાને લેતાં નથી. ગામડાંઓમાં ઓછા કેસ દેખાડતાં હોવાથી ગ્રામજનોમાં કોરોનાની ગંભીરતા દેખાતી નથી અને કેસો ઘટવાના બદલે ઉલ્ટા વધ્યે જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસની સંખ્યા આજ સુધી ઓછી હતી પરંતુ હાલમાં જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે તે જોખમી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન