Exit Poll: Big Face Politician Losing Own Seat On Lok Sabha Election 2019
  • Home
  • Election 2019
  • Exit Poll: શું આ 13 હાઇપ્રોફાઇલ સીટ પરથી દિગ્ગજ નેતાઓ હારી જશે?

Exit Poll: શું આ 13 હાઇપ્રોફાઇલ સીટ પરથી દિગ્ગજ નેતાઓ હારી જશે?

 | 7:54 am IST

લોકસભા ચૂંટણી 2019નું મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે. આ એક્ઝિટ પોલમાં એનડીએને 339 થી 365 સીટો મળતી દેખાઇ રહી છે. જ્યારે યુપીએને આ એક્ઝિટ પોલમાં 77 થી 108 સીટો મળવાનો અંદાજો છે. અન્યને 60 થી 90 સીટો મળવાનો અંદાજો છે. એક્ઝિટ પોલના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. એક્ઝિટ પોલમાં કેટલાંય મોટા ચહેરાઓ પછાડતા દેખાઇ રહ્યા છે.

  • ઉત્તર પ્રદેશની કન્નોજ લોકસભા સીટ પરથી સપા ઉમેદવાર ડિમ્પલ યાદવને લઇ એક્ઝિટ પોલમાં સારા સમાચાર નથી. આ સીટ પર ભાજપ ઉમેદવાર જીતવાની સંભાવના છે.
  • મેનપુરી લોકસભા સીટ પર વર્ષોથી સપાની મજબૂત પકડ રહી છે, પરંતુ આ વખતે મુલાયમ સિંહની સીટ ફસાતી દેખાઇ રહી છે.
  • ફતેહપુર સિક્રી લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર રાજ બબ્બર હારી શકે છે, એક્ઝિટ પોલમાં અહીં ભાજપની પકડ દેખાઇ રહી છે. જો કે આ માત્ર અંદાજો છે.
  • આ વખતે દિલચસ્પ વાત એ છે કે એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અમેઠી સીટ પણ ફસાય તેવો અંદાજો છે.
  • એક્ઝિટ પોલમાં કોંગ્રેસ-આરજેડીના કેટલાંય દિગ્ગજો માટે ચૂંટણી જીતવી સરળ નથી. પટના સાહિબથી કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હાની સીટ ખતરામાં દેખાઇ રહી છે. એક્ઝિટ પોલમાં આ સીટ પર ભાજપની પકડ દેખાય છે.
  • પાટલિપુત્રથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા લાલુ યાદવની દીકરી મીસા ભારતીનો રસ્તો સરળ નથી. એક્ઝિટ પોલમાં આસીટ ભાજપના ખાતામાં જતી દેખાઇ રહી છે.
  • મુંબઇ ઉત્તર લોકસભા સીટ પરથી કોંગ્રેસે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને ઉતાર્યા છે. એક્ઝિટ પોલમાં તેમની રાહ મુશ્કેલ દેખાઇ રહી છે. અહીંથી ભાજપ ઉમેદવાર જીતે તેવો અંદાજો છે.
  • એક્ઝિટ પોલમાં ઇસ્ટ દિલ્હી સંસદીય સીટ પર આમ આદમી પાર્ટીની આતિશી પછડાતા દેખાય છે. અહીંથી ભાજપની ટિકિટ પર રાજકારણમાં એન્ટ્રી કરી રહેલા ક્રિકેટર ગૌતમ ગંભીર ચૂંટણી જીતી શકે છે.
  • કર્ણાટકની તુમકુર લોકસભા સીટ પરથી પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા ચૂંટણી મેદાનમાં છે. તેમના માટે પણ આ વખતે રસ્તો સરળ નથી. આંકડા પ્રમાણે ભાજપના જીએસ બસવારાજના પક્ષમાં જતી દેખાય છે.
  • એક્ઝિટ પોલમાં ભોપાલથી કોંગ્રેસ માટે સારા સમાચાર નથી. અહીંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ પછડાતા દેખાઇ રહ્યા છે. ભાજપના સાધ્વી પ્રજ્ઞા અહીંથી બાજી મારે તેવો અંદાજો છે.
  • બેગુસરાય લોકસભા સીટ પર આખા દેશની નજર છે. એક્ઝિટ પોલમાં અહીંથી ભાડપના ગિરિરાજ સિંહ જીતે તેવી સંભાવના વ્યક્ત કરી છે. સીપીઆઈની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા કન્હૈયા કુમાર ચૂંટણીમાં પછડાતા દેખાઇ રહ્યાં છે.
  • ગુના લોકસભા સીટ પરથી કોંગ્રેસ ફરી એકવખત જ્યોતિરાદિત્ય સિંધિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કૃષ્ણ પાલ સિંહ ઉર્ફે કેપી યાદવ પર દાવ રમ્યો છે. EXIT POLLનું માનીએ તો આ વખતે ભાજપના કેપી યાદવથી જ્યોતિરાદિત્ય સિંધિયાને જોરદાર ટક્કર મળી રહી છે.
  • ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા સીટ પરથી ભાજપ ઉમેદવાર તરીકે જયાપ્રદા મેદાનમાં છે. જયા પ્રદાનો મુકાબલો સપાના આઝમ ખાન સામે છે. એક્ઝિટ પોલનું માનીએ તો અહીંથી જયાપ્રદા પછડાતા દેખાઇ રહ્યા છે.

આ Video પણ જુઓ : PMના મતે NDA ગઠબંધન નહીં, એક પરિવાર છે : રાજનાથસિંહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન