Exit Poll Know How Many Seats BJP Will Get In Madhyapradesh
  • Home
  • Election 2019
  • EXIT POLL: મધ્યપ્રદેશમાં ખીલશે કમળ, જાણો અહીં બીજેપીને કેટલી સીટો મળશે

EXIT POLL: મધ્યપ્રદેશમાં ખીલશે કમળ, જાણો અહીં બીજેપીને કેટલી સીટો મળશે

 | 7:01 pm IST

લોકસભા ચૂંટણી 2019નાં પરિણામો પહેલા Exit Poll આવવાનું શરૂ થઈ ગયું છે. આજે સાંજે 4 વાગ્યાથી જ Exit Pollનાં આંકડા સામે આવવાનું શરૂ થઈ ગયું છે. આ વખતે ખાસ નજર મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન પર છે. લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટો ઝાટકો ભારતીય જનતા પાર્ટીને અહીં જ લાગ્યો હતો. કૉંગ્રેસે ત્રણેય રાજ્યોમાં બીજેપીને પછાડ્યું હતુ. આ રાજ્યોમાં મધ્યપ્રદેશ (29), છત્તીસગઢ (14), રાજસ્થાન (25) લોકસભા સીટો છે.

આજતક/એક્સિસ માઇ ઇન્ડિયાનાં જણાવ્યા અનુસાર બીજેપીને મધ્યપ્રદેશમાં 26થી 28 સીટો મળી શકે છે. તો કૉંગ્રેસને ફક્ત 1થી 3 સીટો મળી શકે છે. જણાવી દઇએ કે 2014માં પણ બીજેપીને અહીં 27 સીટો મળી હતી. તો કૉંગ્રેસને ફક્ત 2 સીટો પર જ જીત મળી હતી. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ ઉપરાંત રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ કૉંગ્રેસની સરકાર છે. આ જગ્યાઓ પર બીજેપી સામે પોતાની સીટો બચાવવાનો પડકાર છે. રાજસ્થાનમાં 2014માં બીજેપીએ 25 સીટો મેળવી હતી.

મધ્યપ્રદેશમાં બીજેપીની 15 વર્ષની સત્તાને હટાવ્યા બાદ કૉંગ્રેસનો આત્મવિશ્વાસ ઊંચો છે. કમલનાથની આગેવાનીમાં કૉંગ્રેસ આગળ વધી રહી છે તો બીજેપીની તરફથી શિવરાજ સિંહ ચૌહાણે 29 લોકસભા સીટો પર મોરચો સંભાળ્યો છે. તો અહીં દરેકની નજર ભોપાલ સીટ પર છે, જ્યાં દિગ્વિજય સિંહ અને સાધ્વી પ્રજ્ઞા વચ્ચે મુકાબલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન