Exit Poll Result of Loksabha Election in Delhi
  • Home
  • Election 2019
  • EXIT POLL: દિલ્હીમાં આ વખતે પણ ભાજપની બલ્લે-બલ્લે, કોંગ્રેસ-આપના સૂપડાં સાફ

EXIT POLL: દિલ્હીમાં આ વખતે પણ ભાજપની બલ્લે-બલ્લે, કોંગ્રેસ-આપના સૂપડાં સાફ

 | 7:54 pm IST

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પુર્ણ થતાંની સાથે જ એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. દિલ્હીમાં બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ હતો. દિલ્હીમાં 12મેના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન થયું હતું. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલને ઝટકો લાગશે. જ્યારે દિલ્હીમાં સાતેય બેઠકો પર ભાજપને જીત મળશે.

આજતક-એક્સિસ માય ઈન્ડિયાના સર્વે અનુસાર દિલ્હીમાં ભાજપને 6-7 સીટ મળી શકે છે. તો કોંગ્રેસને 0-1 સીટ મળી શકે છે. જયારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંગ કેજરીવાલની પાર્ટીને એકપણ સીટ નહીં મળે.

વીએમઆર સર્વે અનુસાર આ ચૂંટણીમાં દિલ્હીની તમામ સીટો પર ભગવો લહેરાશે. દિલ્હીની સાતેય સીટો પર ભાજપની જીત થશે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક પણ સીટ નહીં મળે.

2014ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ સાત સીટો પર કોંગ્રેસના સૂપડાં સાફ કરી ભાજપે જીત મેળવી હતી. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી તમામ સીટો પર ભગવો લહેરાવશે.

સી વોટરના સર્વે અનુસાર દેશમાં સરકાર બનશે તો મોદીની જ. સી વોટરના સર્વેમાં લોકસભાની 542 સીટોમાંથી NDAને 287 સીટો, UPAને 128 સીટો અને અન્યને 127 સીટો મળશે. તો ઉત્તર પ્રદેશમાં આ વખતે સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસને કારણે ભાજપની સીટોને ઝટકો લાગશે

લોકસભા ચૂંટણીમાં 543 બેઠકોમાંથી 542 બેઠકો પર ચૂંટણી થઈ હતી. તમિલનાડુના વેલ્લોરમાં મોટી માત્રામાં રકમ જપ્ત થતાં ચૂંટણી પંચે વેલ્લોર બેઠકની ચૂંટણી રદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન