Exit Poll Result of Loksabha Election in Rajasthan
  • Home
  • Election 2019
  • EXIT POLL: ‘મોદી તુજસે બૈર નહીં, વસુંધરા તેરી ખેર નહીં’ સુત્ર સાચું ઠરશે

EXIT POLL: ‘મોદી તુજસે બૈર નહીં, વસુંધરા તેરી ખેર નહીં’ સુત્ર સાચું ઠરશે

 | 7:38 pm IST

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પુર્ણ થતાંની સાથે જ એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાનમાં લોકસભાની 25 સીટો માટે મતદાન થયું હતું. રાજ્યમાં 29 એપ્રિલે 13 સીટો અને 6મેના રોજ 12 સીટો પર વોટિંગ થયું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 25 સીટો પર જીત મેળવી હતી. પણ 2018માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર સત્તા પર આવી હતી. તેની અસર 2019ની લોકસભા ચૂંટણીમાં જોવા મળે તેવી શક્યતા છે.

આજતક-એક્સિસ માય ઈન્ડિયાના સર્વે અનુસાર રાજસ્થાનમાં બીજેપીને 24 સીટો મળશે જયારે કોંગ્રેસને 1 સીટ મળશે.

તો વીએમઆર સર્વે અનુસાર આ ચૂંટણીમાં ભાજપને 5 સીટનું નુકસાન થશે. ભાજપને 25માંથી 20 સીટો મળશે. જ્યારે કોંગ્રેસને 5 સીટો મળશે.

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનમાંથી કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા હતા. ભાજપે રાજસ્થાનની તમામ 25 સીટો પર જીત મેળવી હતી.

સી વોટરના સર્વે અનુસાર દેશમાં સરકાર બનશે તો મોદીની જ. સી વોટરના સર્વેમાં લોકસભાની 542 સીટોમાંથી NDAને 287 સીટો, UPAને 128 સીટો અને અન્યને 127 સીટો મળશે. તો ઉત્તર પ્રદેશમાં આ વખતે સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસને કારણે ભાજપની સીટોને ઝટકો લાગશે

લોકસભા ચૂંટણીમાં 543 બેઠકોમાંથી 542 બેઠકો પર ચૂંટણી થઈ હતી. તમિલનાડુના વેલ્લોરમાં મોટી માત્રામાં રકમ જપ્ત થતાં ચૂંટણી પંચે વેલ્લોર બેઠકની ચૂંટણી રદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન