Exit Poll Result of Loksabha Election in Uttar Pradesh
  • Home
  • Election 2019
  • EXIT POLL: ઉત્તર પ્રદેશમાં ભાજપને ઝટકો, સપા-બસપાને ઘી-કેળાં

EXIT POLL: ઉત્તર પ્રદેશમાં ભાજપને ઝટકો, સપા-બસપાને ઘી-કેળાં

 | 7:13 pm IST

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પુર્ણ થતાંની સાથે જ એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં બીજેપીની સીટમાં મોટું ગાબડું પડશે તેવી શક્યતા એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવી છે.

ઉત્તરપ્રદેશમાં દેશની સૌથી વધારે લોકસભા સીટ છે. અને કેન્દ્રમાં કોઈપણ પાર્ટીની સરકાર બનાવવા માટે તે કિંગ મેકર સાબિત થાય છે. અને એટલાં માટે જ કહેવામાં આવે છે કે, દિલ્હીની સત્તાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. ઉત્તર પ્રદેશમાં આ વખતે ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને સપા અને બસપા ગઠબંધન વચ્ચે જંગ ખેલાયો હતો.

સી વોટરના સર્વે અનુસાર દેશમાં સરકાર બનશે તો મોદીની જ. સી વોટરના સર્વેમાં લોકસભાની 542 સીટોમાંથી NDAને 287 સીટો, UPAને 128 સીટો અને અન્યને 127 સીટો મળશે. તો ઉત્તર પ્રદેશમાં આ વખતે સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસને કારણે ભાજપની સીટોને ઝટકો લાગશે.

ઉત્તર પ્રદેશ માટે સી વોટરના સર્વે અનુસાર ઉત્તરપ્રદેશની 80 સીટોમાંથી 40 સીટ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને મળશે. તો ભાજપને 38 સીટ અને કોંગ્રેસને ફક્ત 2 સીટ મળશે.

તો વીએમઆરના સર્વે મુજબ ઉત્તર પ્રદેશની 80 સીટોમાંથી એનડીએને 49 સીટો મળશે, જ્યારે બીજેપીને 47 સીટો મળી શકશે. એસપી અને બીએસપીના ગઠબંધનને 29 સીટો મળશે. તો કોંગ્રેસને ફક્ત 2 સીટો મળશે.

2014ની લોકસભાની ચૂંટણીમાં NDAને 73 સીટો મળી હતી, કોંગ્રેસને 2 સીટ અને સમાજવાદી પાર્ટીને 5 સીટો મળી હતી.

લોકસભા ચૂંટણીમાં 543 બેઠકોમાંથી 542 બેઠકો પર ચૂંટણી થઈ હતી. તમિલનાડુના વેલ્લોરમાં મોટી માત્રામાં રકમ જપ્ત થતાં ચૂંટણી પંચે વેલ્લોર બેઠકની ચૂંટણી રદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન