Exit Poll : કર્ણાટકમાં કોઈને સ્પષ્ટ બહુમત નહીં, કોંગેસને સૌથી વધુ બેઠકો - Sandesh
  • Home
  • Featured
  • Exit Poll : કર્ણાટકમાં કોઈને સ્પષ્ટ બહુમત નહીં, કોંગેસને સૌથી વધુ બેઠકો

Exit Poll : કર્ણાટકમાં કોઈને સ્પષ્ટ બહુમત નહીં, કોંગેસને સૌથી વધુ બેઠકો

 | 6:58 pm IST

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. મતદાન પૂરૂ થતાની સાથે જ એક્ઝિટ પોલ બહાર આવી રહ્યાં છે. એક્ઝિટ પોલ અનુંસાર એક પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમત મળવાનું અનુંમાન નથી. પરંતુ કોંગ્રેસ ફરી સત્તામાં પરત ફરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં એક પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતિ મળતી નથી દેખાડવામાં આવી. એક્ઝિટ પોલ અનુંસાર રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા રચાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

ટાઈમ્સ નાઉ-વીએમઆર એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી પણ બહુમતથી દૂર

ટાઈમ્સ નાઉ-વીએમઆરના એક્ઝિટ પોલ અનુંસાર કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરશે. કોંગ્રેસને 222માંથી 97, ભાજપને 87, જીડીએસ પ્લ્સને 35 અને અન્યને 3 બેઠકો મળી રહી હોવાનું અનુંમાન લગાવવામાં આવ્યું છે. આ હિસાબે જેડીએસ કર્ણાટકમાં કિંગમેકર સાબિત થઈ શકે છે. જ્યારે અન્યને 2-4 બેઠક મળવાની શક્યતા છે.

ઈંડિયા ટુડે-એક્સિસ માય ઈંડિયાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમત

ઈંડિયા ટુડે-એક્સિસ માય ઈંડિયાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ માટે સારા સમાચાર લઈને આવ્યો છે. આ એક્ઝિટ પોલમાં કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર કમબેક કરશે. અનુંસાર કર્ણાટકમાં કોંગ્રેસને 106-118 બેઠકો મળશે, જ્યારે ભાજપને 79-82 બેઠકો મળવાનો અણસાર છે. જ્યારે જેડીએસને 22 થી 30 બેઠકો મળી શકે છે. અન્યના ખાતામાં 1 થી 4 બેઠક જવાનું અનુંમાન વ્યક્ત કરાયું છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 39 ટકા જ્યારે ભાજપને 35 ટકા મત મળવાનું અનુંમાન છે. જેડીએસના ખાતામાં 17 ટકા વોટ પડવાની શક્યતા છે.

ન્યૂઝ એક્સ-સીએનએક્સ એક્ઝિટ પોલમાં ભાજપ સૌથી મોટી પાર્ટી પણ બહુમતથી દુર

ન્યૂઝ એક્સ-સીએનએક્સના એક્ઝિટ અપોલમાં ભાજપ કોંગ્રેસ કરતા આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જોકે આ એક્ઝિટ પોલમાં પણ ત્રિશંકુ વિધાનસભા રચાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે એક્ઝિટ પોલમાં ભાજપ બહુમતિથી દૂર રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 72 થી 78, ભાજપને 102 થી 110, જેડીએસને 35 થી 39 અને અન્યને 3 થી 5 બેઠક મળવાના અણસાર છે. જેડીએસ કિંગમેકરની ભૂમિકાં રહે તેવી શક્યતા છે.

એબીપી-સી વોટર પ્રમાણે ભાજપ સૌથી મોટી પાર્ટી

એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને હાથ ધરેલા એક્ઝિટ પોલમાં 2 વાગ્યા સુધી થયેલા મતદાનના આંકડાના આધારે ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરતી દર્શાવાઈ છે. આ એક્ઝિટ પોલ અનુંસાર કોંગ્રેસને 89 થી 99, ભાજપને 97થી 109, જેડીએસને 21 થી 30 અને અન્યોને 3 થી 5 બેઠક મળવાનું અનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

મતદાન બાદ જ કેમ જાહેર કરાય છે એક્ઝિટ પોલ

ચૂંટણી પંચે આ મામલે એક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જન પ્રતિનિધિ એક્ટ, 1951ની કલમ 126A અંતર્ગત એક્ઝિટ પૉલ ચૂંટણીના દિવસે સવારે 7 થી સાંજે 6:30 વાગ્યા સુધી ન દર્શાવી શકાય. જેમાં વોટની ટકાવારી, કોઈ રાજકીય પક્ષની જીતવાની શક્યતા અને મુખ્ય ઉમેદવારોના ભાવીના નિર્ણયનું અનુંમાન કરવામાં આવે છે.